દાહોદ બસ સ્ટેન્ડ નજીક પૂર ઝડપે દોડી આવતી બસએ બે ફોર વ્હિલ ગાડી અને બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.દાહોદ LCB ની સરાહનીય કામગીરી ટ્રાફિક તાત્કાલિક ક્લિયર કરાયો

તા.૨૦.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ બસ સ્ટેન્ડ નજીક પૂર ઝડપે દોડી આવતી બસએ બે ફોર વ્હિલ ગાડી અને બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.દાહોદ LCB ની સરાહનીય કામગીરી ટ્રાફિક તાત્કાલિક ક્લિયર કરાયો
દાહોદ શહેરના બસ સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે GSRTC બસ બેકાબૂ બનતા અકસ્માત સર્જાયો હતો. ફતેપુરાથી દાહોદ આવી રહેલી એસટી બસે બે કારને ટક્કર મારતા રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જોકે વાહનોને નુકસાન પહોંચ્યું છે અને કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ GJ18 Z 7146 નંબરની GSRTC બસ ફતેપુરાથી દાહોદ તરફ આવી રહી હતી. બસ સ્ટેશન નજીકના ઓવરબ્રિજ પરથી ઉતરતી વખતે બસ અચાનક બેકાબૂ બની ગઈ હતી. આ દરમિયાન બસે RJ03 CC0973 નંબરની વેગેનર કાર તથા GJ31 D 1428 નંબરની હ્યુન્ડાઈ i10 કારને ટક્કર મારી હતી.વેગેનર કારના ડ્રાઈવરે જણાવ્યું હતું કે તેઓ પોતાની દીકરીને હોસ્પિટલમાં ચેકઅપ કરાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી તેમની કાર તરફ આવી ચડી હતી. જેના કારણે તેમની કારને નુકસાન થયું હતું અને પરિવારના સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.બીજી તરફ i10 કારના ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસના બ્રેક ફેઈલ થતા બસ બેકાબૂ બની ગઈ હતી. બસે પહેલા અન્ય વાહનને અડફેટે લીધું અને બાદમાં તેમની કારને પાછળથી ટક્કર મારતા બમ્પર અને લાઈટને નુકસાન પહોંચ્યું હતું.આ અકસ્માતમાં સૌથી રાહતની વાત એ રહી કે કોઈ જાનહાની થઈ નથી. જોકે ઘટના બાદ બસના ડ્રાઈવર અને કંડકટર સ્થળ પરથી નીકળી ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરી રોડ ક્લિયર કરાવ્યો હતો. બાદમાં બસને ડેપોમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.





