ડિજીગાંવ ફાઉન્ડેશન અને કચ્છ રેલવે કંપની લિમિટેડના સહયોગથી “સશક્ત રામાણી” કાર્યક્રમ વિદ્યાધામ-ભાગળ(પીં) શાળા સંકુલમાં N.S.S ના નેજા હેઠળ સ્ત્રીઓના સશક્તિકરણ માટે કાર્યક્રમ યોજાયો

22 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા, ગુજરાત – ડિજિગાંવ ફાઉન્ડેશન દ્વારા કચ્છ રેલ્વે કંપની લિમિટેડ સાથેની ભાગીદારી વિદ્યાધામ-ભાગળ(પીં) સંચાલિત શ્રી એસ.ડી. એલ શાહ હાઈસ્કૂલ ભાગળ( પીં) ખાતે “સશક્ત રામાણી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે સ્ત્રીઓની સુખાકારી માટે અગ્રણી CSR પહેલ છે ગ્રામીણ ભારતમાં સ્ત્રી સુખાકારીના સંવર્ધન પર કેન્દ્રિત કરેલ એક વ્યાપક CSR પ્રોજેક્ટ છે.આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી અનિલભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ કિરિટભાઈ પટેલ,CHO અધિકારી ડૉ. સુનિલ ગઢવી અને નજીકના ગામો 4 થી 5 ગામો ની મહિલાઓ અને સાથો સાથ આશા બેનો પણ આમાં જોડાઈ હતી. આમ આશરે 1000 થી વધારે પ્રતિભાગીઓએ હાજરી આપી હતી.
આ પહેલનો હેતુ ગ્રામ્ય સ્ત્રીઓના આરોગ્યમાં સુધારો લાવવા માટે માસિક ધર્મની સ્વચ્છતા, માનસિક સ્વાસ્થ્ય અને આયર્નની કમી સંબંધી જાગરૂકતા ફેલાવવાનો હતો. મફત સેનિટરી નૅપકિન અને મલ્ટિવિટામિન્સ વિતરણ કરીને પાલનપુર, દાંતીવાડા અને વડગામ તાલુકાની 6,000 કરતાં વધુ મહિલાઓને લાભ પહોંચાડવામાં આવ્યો.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ કાર્યક્રમની સ્ત્રીઓના જીવનમાં સુધારો લાવવાના મહત્વપૂર્ણ યોગદાન અને સમુદાયના સહકાર માટે પ્રોત્સાહન આપવા અંગે ભાર મુક્યો. ડિજિગાંવ ફાઉન્ડેશનની ડિરેક્ટર મોનીષા દાસ અને જનરલ સેક્રેટરી રોહિતે સમુદાયના ઉન્નતિ માટે આવા પ્રભાવશાળી પ્રોજેક્ટ લાવવાનું આશ્વાસન આપ્યું.આ
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર .જે. પટેલે ડિજીગાવ ફાઉન્ડેશનના સભ્યો અને કચ્છ રેલ્વે કંપની લિમિટેડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.



