લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
તા.૩૦.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો જેમાં આર્ટ્સ કોલેજ લીમખેડા ના પૂર્વ પ્રિન્સિપલ જી આર શર્મા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળાના બાળકોને શર્મા સાહેબ દ્વારા વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જીવન માં સ્વસ્થ રહેવા માટે તમાકુ અને તમાકુ બનાવટની કોઈપણ વસ્તુથી દૂર રહેવા જણાવ્યું હતું સાથે સાથે વ્યસન કરવાથી ગંભીર પ્રકાર ના રોગો થી પોતાનું જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે અને નામ મેળવવું હોય તો કામ કરો અને સુખી પરિવાર ની ચાવી વ્યસનમુક્તિ છે તેવું જણાવ્યું હતું કાર્યક્રમ માં સંસ્થા ના ટ્રસ્ટી એન કે રાઉલજી સાહેબ ઉપસ્થિત રહી વિધાર્થીઓને આધ્યાત્મિકતા તરફ તેમજ દરરોજ ના ગીતાજીના બે શ્લોકોનું પઠન કરવાનું આહવાન કર્યું હતું સાથે કાર્યક્રમ માં ધાનપુર પાટડી શાળાના નિવૃત્ત આચાર્ય કૌશિકભાઈ પીઠાયા બાળકોને ઠંડા પીણા થી દૂર રહેવા જણાવ્યું હતું