દાહોદ જિલ્લાના આંદોલનકારી અને સમાજ માટે લડતા એવા સામાજીક કાર્યકર્તાને ભારત આદિવાસી પાર્ટીના અધ્યક્ષ દ્વારા ભારત આદિવાસી પાર્ટીમાં રાષ્ટ્રીય સદશ્ય બનાવવામાં આવ્યા
તા. ૨૬.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના આંદોલનકારી અને સમાજ માટે લડતા એવા સામાજીક કાર્યકર્તાને ભારત આદિવાસી પાર્ટીના અધ્યક્ષ દ્વારા ભારત આદિવાસી પાર્ટીમાં રાષ્ટ્રીય સદશ્ય બનાવવામાં આવ્યા
આજરોજ તા૨૬.૧૧.૨૦૨૪ મંગળવાર વાત કરીયેતો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ગામના બામણીયા ફળીયામા રહેતા કસનાભાઈ ભગા ભાઈ બામણીયાના પુત્ર કેતન ભાઈ બામણીયા જેમણે અભ્યાસમાં મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. બ્રાઈટ એકેડમી દાહોદ મા ચલાવે છે અને સાથે તે ખેતીને પ્રાધાન્ય આપે છે.આજથી ૧૨ વર્ષ અગાવથી આદિવાસી સમાજના પ્રશ્નોને સરકાર સુધી પોહચાડી આદિવાસીઓના પ્રશ્નોને હલ કરવા સારી એવી ભૂમિકાં નિભાવિ.જેમાં આદિવાસીઓના હંક અઘીકાર અનુસૂચિત ક્ષેત્ર પાંચને લગતા પ્રાવધાન જન જાગરણ.આદિવાસીઓના પ્રશ્નોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પોહચાડવાના પ્રયત્નો કર્યા. જળ જંગલ જમીન ની રક્ષા સાથે રોજગારી બાબતે જન જાગરણ કર્યું.આદિવાસીઓમાં રાજનૈતિક જાગૃકતા માટે ૬ રાજયોમાં નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રા ૫.૦૦૦ ઉપરાંત કી.મિ યાત્રા કરી. દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લાના લોકોને આરોગ્યની સુવિધા સારી મળી રહે તે માટે આરોગ્ય લક્ષી નિઃશુલ્ક અને ઉત્તમ સુવિધા મળી રહે એ માટે પણ દાહોદમાં આંદોલનો કર્યા.રાજ્ય સરકારની સરકારી પરીક્ષાઓમાં દાહોદ જિલ્લાના ૫૦૦ થી વધું વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવી સરકારી અમલદારો બનાવ્યા છે.ખેતી માટે ઉત્તમ અને સરળ પદ્ધતિઓથી રોજગારી મળી રહે એ માટે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમા જઈ સભાઓ યોજી. આર્થિક ગણ વ્યવસ્થા માટે અગાવ દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમા ખાટલા બેઠકો પણ યોજી છે.લોકોના શિક્ષા સ્વાસ્થ્ય અને આર્થિક ઉત્થાન માટે કાર્ય કર્યા છે.ભારતમાં જયારે કોરોનાએ ભરડો લીધો હતો ત્યારે કેતન ભાઈ બામણીયાએ એમના સાથી મિત્રો ને સાથે રહી અને પોતાના જીવ ની ચિંતા કર્યા વગર લોકોની પડખે ઉભા રહ્યા એવા કાર્યોથી અલગ અલગ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા દાહોદ કે બિરસા નામથી સન્માનીત કરી પુરસ્કાર આપવામાં આવ્યા હતા.૯ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એક થઈ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સતત ૨૦૧૯.૨૦ માં દાહોદ જિલ્લાના ગામડાઓમાં જઈ એમના સાથી મિત્રો ને સાથે રાખી રાત દિવસ એક કરી બેઠકો યોજી જેને લઈ દાહોદ જિલ્લાના વિશ્વ આદિવાસી દિવસે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈ વિશ્વ આદિવાસી ઉજવણી કરે છે.એવા સમાજ અને લોકોના પ્રશ્નોને વાંચા આપનાર કેતનભાઈ બામણીયાની કામગીરીને જોઈ ભારત આદિવાસી પાર્ટી દ્વારા ભારત આદિવાસી પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ સિલેક્સન પ્રણાલીથી આદિવાસી પાર્ટીની રાષ્ટ્રીય કમિટીમાં કેતનભાઈ બામણીયાને રાષ્ટ્રીય સદસ્ય બનાવવામાં આવ્યા છે.