દાહોદ સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા પ્લાન્ટ માં ક્લોરિન ગેસ લીકેજ થતા દોડધામ મચી

તા.૦૫.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા પ્લાન્ટ માં ક્લોરિન ગેસ લીકેજ થતા દોડધામ મચી
કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીક થતાં દોડધામ, એક કર્મચારી અસવસ્થ કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાં અચાનક ક્લોરિન ગેસ લીકેજ થવાની ઘટના સામે આવતા પ્લાન્ટ સત્તાધીશો અને સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા આ વોટર સપ્લાય પ્લાન્ટમાં ગેસ લીક થવાની જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું.ગેસ લીકેજની ઘટના બનતા જ ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ અને ઉચ્ચ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોકોને એલર્ટ કરાયા: સાવચેતીના પગલારૂપે પ્લાન્ટની આસપાસ અને નજીકના વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક ત્યાંથી દૂર જતા રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.હાલમાં ‘સ્કાડા’ (SCADA) ની ટીમ દ્વારા ગેસ લીકેજને સંપૂર્ણપણે બંધ કરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.ગેસની અસરને કારણે પ્લાન્ટના એક કર્મચારીને ચક્કર આવતા તેઓ અસવસ્થ થયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે ફાયર અને ટેકનિકલ ટીમો ઘટનાસ્થળે સતત પ્રયત્નશીલ છે



