અભેસિંહ રાવલ દાહોદ
દાહોદ ,પંચમહાલ અને મહીસાગર આ ત્રણ , જિલ્લાનું આદિવાસી ભીલ સમાજનું મહાસંમેલન યોજાયું.
તારીખ 2/3/ 2025 રવિવાર ના રોજ દા .પ .મ ના ભીલ સમાજનું પ્રથમ મહા સંમેલન લીમખેડાના હસ્તેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં યોજાયુ ..આ સમલેલનમાં..દાહોદ , પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ભીલ સમાજ પંચ ના અધ્યક્ષ અને ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી માન..કુબેર ભાઈ ડિંડોર સાહેબ , પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ જિલ્લા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ ,પૂર્વ દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબ , ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરીયા સાહેબ , લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર ,દાહોદ વિધાનસભા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ,ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર , પૂર્વ સાંસદ શ્રીમતિ પ્રભાબેન તાવિયાડ ,પૂર્વ ધારાસભ્ય શ્રી મતી.ચંદ્રિકાબેન બારીયા , ભીલ સમાજમાંથી વિવિધ પક્ષો ના પ્રમુખો હર્ષદભાઈ નીનામા કોંગ્રેસ ,રાકેશભાઈ બારીયા આપ, દીપસિંહ બારીયા BAp ,ચંદ્રિકાબેન બારીયા પૂર્વ ધારાસભ્ય,ગોવિંદભાઈ પરમાર ,આદિવાસી ભીલ સમાજના નિવૃત્ત IAS B.B.Vahoniya,ips નગરસિંહ પલાસ, પૂર્વ mla શ્રી ઓ,તાલુકાના અધ્યક્ષ શ્રીઓ , જિલ્લા ના ઉપાધ્યક્ષ શ્રી ઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ , સરપંચ શ્રીઓ, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ આગેવાનો ,વડીલો અગ્રણીઓ, ભીલ સમાજના પંચના હોદ્દેદાર શ્રી ઓ, ત્રણ જિલ્લા ના ભીલ સમાજના ભાઈઓ બહેનો, દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર વિવિધ પક્ષોના જીતેલા હારેલા ચૂંટાયેલા હોદ્દેદાર શ્રીઓ ઓ એક મંચ ઉપર આવે અને સમાજહિત ની વાતો કરે એવો એક ઐતિહાસિક દિવસ અને અનેરો કાર્યક્રમના કનવિનરો,આમંત્રિત મહેમાનો ,પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભીલ ભાઈઓ બહેનો .. ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો લગ્નની સિઝન અને તૈયાર ઘઉં, ચણા અને મકાઈ, દિવેલા ના ખેતીવાડી ની વાઢવા ની સીઝનમાં ખૂબ મોટી સંખ્યામાં ભીલ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પારંપરિક વાજિંત્રો ઢોલ ,શરણાઈ માદલું પારંપરિક પહેરવેશમાં ભીલ મૃત્યુ, તીર કામઠા સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉપસ્થિત ભીલ સમાજના મહાનુભાવો દ્વારા રામાયણ ,મહાભારત જેવા મહાકાવ્યો માં ભીલ ની ભૂમિકા નો ઇતિહાસ, વાલીઓ વાલ્મીકિ બને, એકલવ્ય,મહારાણા પ્રતાપ સોમનાથ , વેગડો ભીલ, અમદાવાદ નો આશાવલ ભીલ, પૂંજા ભીલ, માનગઢ ધામ હત્યા કાંડ..આવા મહાકાવ્યો, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસમાં આદિવાસી ભીલ સમાજનું ખૂબ જ મોટું યોગદાન રહેલ છે . આ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી આદિવાસી ભીલ સમાજના લગ્ન બંધારણની જાહેરાત કરવામાં આવી , ઉપસ્થિત તમામની હાજરીમાં લગ્ન બંધારણ નો અમલ કરવા માટે નો સંકલ્પ લેવામાં આવ્યો ..f b વહોનીયા, રાવજીભાઈ માવી, દિનેશ ભાઈ ભાભોર ,શ્રી દેસિંગભાઈ તડવી,અમરસિંહ મકવાણા સમાજ ના તમામ નામી અનામી મહાનુભાવો ની હાજરી માં આ તમામ કાર્યક્રમનું સંચાલન દાહોદ શ્રી *સુરતાનભાઈ કટારા* દ્વારા કરવામાં આવ્યું…આભાર વિધિ દિનેશભાઈ ભાભોર ,રાકેશભાઈ કટારા કટારાદ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.