દાહોદ સખી”વન સ્ટોપ સેન્ટરએ મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાના માનસિક અસ્થિર મગજની મહિલાને ઘર સુધી પહોંચાડી

તા.૨૩.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સખી”વન સ્ટોપ સેન્ટરએ મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાના માનસિક અસ્થિર મગજની મહિલાને ઘર સુધી પહોંચાડી
ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ છેલ્લા પાંચ વર્ષથી ૨૪ કલાક કાર્યરત છે.જેમાં અત્યાર સુધીના રાજ્ય તેમજ અન્ય રાજ્યના કોઈ કારણોસર પરિવારથી મહિલાઓ વિખુટા પડી ગયેલ હોય કે ક્યારેક પોતાની નબળી માનસિક સ્થિતિના કારણે પરિવારથી મહિલાઓ દૂર થઈ ગયેલ હોય તેવી પીડિત મહિલાઓને ઘર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. જેમાં બિનવારસી અસ્થિર મગજની મહિલાને આશરે ત્રણ ચાર દિવસથી છાપરી ગામ ખાતે જોવા મળતા ડોક્ટર અનુ શાહના ધ્યાને આવતા ડોક્ટર અનુંબેન શાહ દ્વારા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલને જાણ કરી મહિલાની માહિતી આપી.જેથી દહેજ પ્રતિબંધક સરક્ષણ અધિકારી દ્વારા મહિલાંની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તેમજ તાત્કાલિક ધોરણે આશ્રય મળી રહે તે આશાએ “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદના કર્મચારીને જાણ કરી.તેથી “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદના કર્મચારી દ્વારા તાત્કાલિક ધોરણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કર્મચારી સાથે સંકલન કરી “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લાવવામાં આવી.ત્યારબાદ તાત્કાલિક ધોરણે અસ્થિર મગજની મહિલાની તબીબી સારવાર ઝાયડસ હોસ્પિટલ ડોક્ટર દક્ષાબેન ભુરીયા માનસિક વિભાગના ડોક્ટર હોય તેમની પાસે અપાવવામાં આવી હતી.ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર અંજલિબેન ચૌહાણ દ્વારા મહિલાને સાંત્વના આપી. અને તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું.તેમનું કાઉન્સિલિંગ કરતા તેઓ મરાઠી ભાષા બોલતા જણાય આવતા મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ મરાઠી ભાષાના જાણકાર કાઉન્સિલરને બોલાવવા માટે રાબડાળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા (W.H.C) સાવિત્રીબેન ડીંડોડને જાણ કરી.તેમને તેમની નજીક રહેતા અને મરાઠી ભાષા જાણતા રાજાભાઈ ને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવવામાં આવ્યા.તેથી મહિલાનું સતત કાઉન્સિલિંગ કરતા તેઓ દ્વારા તેમના જિલ્લાના અને રાજ્યની થોડી માહિતી આપી.તેથી સખી વન સ્ટોપ સેન્ટરઓ દ્વારા ઓનલાઇન નંબર સર્ચ કરી મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ત્યાંના પોલીસ સ્ટેશન નો નંબર મેળવ્યો.ત્યારબાદ ત્યાં ટેલિફોનિક રીતે અવારનવાર ફોલઅપ લેતા છેવટે અરજદારના પરિવાર સુધી પહોંચી ગયા.અને તેમના પરિવારને મહિલાની માહિતી આપી.તેમનો પરિવારને મહિલા વિશે માહિતી મળતા તેઓને ખુશીનો પાર રહ્યો નથી.અને મહિલાને લેવા આવવા માટે તાત્કાલિક ધોરણે નીકળી ગયા હતા.અને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આવ્યા. અને મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યો.ત્યારબાદ મહિલાના પરિવાર જનોએ મહિલા અને બાળ વિકાસનો અને”સખી”વન સ્ટોપ સેન્ટરનો પુરા દિલથી આભાર વ્યક્ત કર્યો.જેમાં મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી દહેજ પ્રતિબંધ સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ.ડોક્ટર અનુબેન શીતલભાઈ શાહ.માનસિક વિભાગના ડોક્ટર દક્ષા બેન ભુરીયા મરાઠી ભાષા જાણકાર વિનીતા શલમોન સગલગીલે તેમજ મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ત્યાંના પોલીસ સ્ટેશનના સાથ સહકારથી મહિલાને પરિવાર સુધી પહોંચાડવામાં સફળતા મળી





