દાહોદ ના સામાજિક આગેવાન ડો.નરેશ ચાવડા નુ ઈન્ડિયન ડાયમંડ એવોર્ડ થી સન્માન કર્યા
તા.૩૦.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
રાજસ્થાન ના જયપુર મુકામે યોજાયેલ આતંરરાષ્ટીય મૈત્રી સંમેલન મા દાહોદ ના સામાજિક આગેવાન ડો.નરેશ ચાવડા નુ ઈન્ડિયન ડાયમંડ એવોર્ડ થી સન્માન
દાહોદ. રાષ્ટ્રીય સ્તરે વિવિધ સામાજિક અને રચનાત્મક કાયૅ કરતી ભવ્યા ફાઉન્ડેશન જયપુર દ્વારા વિવિધ ક્ષેત્રે નોધપાત્ર સેવાકાર્ય કરતા સમગ્ર ભારતમાંથી વિશિષ્ટ વ્યક્તિઓ ની સેવા ઓ ને બીરદાવી સન્માન કરવા માટે પસંદગી કરવામાં આવી હતી આ કાયૅક્રમ અંતર્ગત દાહોદ ના સામાજિક આગેવાન અને શ્રેષ્ઠ રકતદાતા તથા વિવિધ સામાજિક માનવસેવા સાથે સંકળાયેલા દાહોદ ના ડો.નરેશ ચાવડા ની પસંદગી કરવામાં આવી હતી
તાજેતરમાં રાજસ્થાન ના જયપુર મુકામે આતંરરાષ્ટીય મૈત્રી સંમેલન મા ભવ્યા ફાઉન્ડેશન જયપુર દ્વારા રાજસ્થાન સરકાર ના મંત્રી તથા મહાનુભાવો ની ઉપસ્થિત મા ડો નરેશ ચાવડા ની સેવાઓ ને બિરદાવી રાજસ્થાન નો શાફો.પાધડી શાલ અને સન્માન પત્ર દ્વારા ઈન્ડિયન ડાયંમડ એવોર્ડથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ આ કાયૅક્રમ મા રોટરી સેવા સંસ્થાન દાહોદ ના વરિષ્ઠ સભ્ય રમેશભાઈ સરૈયા પણ જોડાયા હતા આ ભવ્ય સન્માન બદલ ડો નરેશ ચાવડા ને મહાનુભાવો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી