DAHODDAHOD CITY / TALUKO

દાહોદના શિક્ષિકા નીલમબેન જાદવને દાહોદ જિલ્લાનાં કો -ઓર્ડિનેટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

25 મે ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી અને તેમના પિતા શ્રી ગજેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને Environment Conservation Award- 2025 કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પર્યાવરણ સંરક્ષક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા સંયોજક બનાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં દાહોદના શિક્ષિકા બહેન શ્રીમતી નીલમબેન જાદવને પણ દાહોદ જિલ્લાનાં કો -ઓર્ડિનેટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ જ કાર્યક્રમમાં નીલમબેન જાદવ દ્વારા સ્વરચિત કાવ્યોનું એક પુસ્તક ‘એકલતામાં’ પણ પ્રકાશિત કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!