DAHODLIMKHEDA

પીપલોદ રેલ્વે સ્ટેશન પરથી મળી આવે ગુમસુધા બાળકના પરિવાર સાથે મિલન બાળ કલ્યાણ સમિતિ દાહોદ ના સભ્ય દ્વારા ગણતરીના કલાકોમાં કુટુંબ શોધી કઢાયું

તા.૦૫.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Pipalod:પીપલોદ રેલ્વે સ્ટેશન પરથી મળી આવે ગુમસુધા બાળકના પરિવાર સાથે મિલન બાળ કલ્યાણ સમિતિ દાહોદ ના સભ્ય દ્વારા ગણતરીના કલાકોમાં કુટુંબ શોધી કઢાયું

દાહોદ જિલ્લાના પીપલોદ રેલ્વે સ્ટેશન પરથી તા.૦૩.૦૭.૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વલસાડ ઇન્ટરસિટી ગાડી નંબર ૧૯૦૧૧ રેલ્વે સ્ટેશન પરથી પસાર થયા બાદ પેલ્ટફોર્મ નંબર:૧ થી બિનવારસી હાલત માં માત્ર ૧૦ વર્ષ નો બાળક મળી આવેલ જેઓને રેલ્વે આર.પી.એફ દ્વારા પૂછપરછ કર્યા પછી પણ બાળક ના પરિવાર નું કોઈ સંપર્ક ના થતા RPF દ્વારા દાહોદ બાળ કલ્યાણ સમિતિ નો સંપર્ક કરેલ ત્યારે બાળક નું સંપુર્ણ મેડિકલ તપાસ કરાવ્યા બાદ રાત્રે ૦૭:૦૦ કલાકે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલ ત્યારે સમિતિ ના સભ્ય,મુકેશભાઈ પટેલ અને પાલ્મિતાબેન નીરજકુમાર દેસાઈ દ્વારા બાળક ની માત્ર ૧૦ મિનિટના કાઉન્સિલિંગ દરમ્યાન બાળક દ્વારા ફક્ત ઇસ્માઇલ નગર સડક જાણવેલ જે ને ધ્યાને લઈ પાલ્મિતાબેન નિરજકુમાર દેસાઈ દ્વારા ટેકનિકલ સોર્સના માધ્યમ અને ટેકનોલોજી ના માધ્યમ થી બાળક દ્વારા જે સડક કહેલ છે જે ગુજરાત ના કયા જિલ્લા કે ગામ માં આવેલ છે તેની શોધ કરેલ જ્યારે બાળક ને સાથે બતાવેલ સડક ગુજરાત ના આણંદ જિલ્લા માં મળી આવેલ તેના આધારે દાહોદ રેલ્વેને હુકમ કરતા રેલ્વે પોલીસ દ્વાર તપાસ આણંદ રેલ્વે પર સંપર્ક કરી વધુ તપાસ કરાવતા જાણવા મળેલ કે ત્યાં આ ગામ આવેલ છે અને બાળક પણ ત્યાં નું જ છે અને તેઓના વાલી વારસો ને શોધવા માટે તજવીજ હાથ ધરવા માં આવેલ અને ગણતરી ના કલાકો માં બાળક ના માતા પિતા મળી આવેલ જેઓ ને બાળકના આધાર પુરાવા લઈ દાહોદ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બોલાવી સમિતિ ના સભ્ય પાલ્મિતાબેન નિરજકુમાર દેસાઈ,સરદારભાઈ તાવિયાડ, સનુભાઇ માવી ઈનચાર્જ સભ્ય સચિવ રંજીતાબેન ભુરીયા દ્વારા બાળક નું પરિવાર માં પુનઃસ્થાપન કરવામાં આવેલ સાથે સભ્યઓ દ્વારા દાહોદ રેલ્વે આર.પી. એફ અને આણંદ પોલીસ નો પણ આભાર માન્યું તેમજ બાળક ફરીવાર મિસ ના થયા તે બાબતે માતા પિતા ને કાળજી રાખવા પણ સૂચન કરેલ છે

Back to top button
error: Content is protected !!