DAHODGUJARAT

દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા યોગેશ નિરગુડે બદલી પામનારા ડો હર્ષિત ગોસાવી એ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા

તા.૦૧.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા યોગેશ નિરગુડે બદલી પામનારા ડો હર્ષિત ગોસાવી એ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા

દાહોદ: કલેક્ટર યોગેશ નિરગુડે એ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા શ્રી ડો હર્ષિત ગોસાવીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો

યોગેશ નિરગુડે મૂળ મહારાષ્ટ્રના વતની છે તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે. દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે, ભાવનગર ખાતે રીજીનલ કમિશનર તરીકે તેમજ ભાવનગરમાં જ કલેકટર તરીકે સેવા આપી હતી.આ ઉપરાંત તેઓએ નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. છેલ્લે તેમણે, ગૃહવિભાગમાં સેવાઓ આપી પોતાની ફરજ નિભાવી છે.

પોતાના આટલા કાર્યકાળની સેવા દરમ્યાન તેઓની હવે દાહોદ જિલ્લા કલેકટર તરીકે નિમણુંક થતાં તેઓએ આજે દાહોદ જિલ્લાનો ચાર્જ હાથમાં લીધો. કલેકટરના આગમન સાથે પૂર્વ કલેકટર ડો.હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા,પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા,એ.એસપી. કે સિદ્ધાર્થ, એ.એસપી. બીશાખા જૈન,નિવાસી અધિક કલેકટર  એ.બી.પાંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પ્રાંત અધિકારીઓ સહિત અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!