DAHODJHALOD

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો

તા.૨૨૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો

ફાયર બ્રિગેડ પલટી મારતા અલ્ટોકાર અડફેટે આવતા 1,00,000 નું નુકસાન દાહોદ જિલ્લાના ભાથીવાડા ખાતે નિર્માણાધીન NPTC ના પ્રોજેક્ટમા મોટી આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દાહોદ, ઝાલોદ, સંતરામપુર,દેવગઢ બારિયા સહિત ફાયર ફાઇટરો આગ ઓલવવા બોલાવવામાં આવેલ હતા. જાણવા મળેલ મૂજબ રાત્રીના અંદાજીત બે વાગે સંતરામપુરના ફાયર બ્રિગેડના ચાલકે પોતાના સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કલજીની સરસવાણી ગામે આ ફાયર ફાઈટર પલ્ટી મારી ગયું હતું. આ ફાયર ફાઈટર પલટી મારતા ધડાકા ભેર અવાજ આવ્યો હતો.
આ ધડાકાભેર અવાજ સાંભળતા આસપાસના રહીશો ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. ઘટના સ્થળે પહોંચતા આજુબાજુના લોકોએ જોયું કે ફાયર બ્રિગેડ પલટી મારેલ અવસ્થામાં પડેલ છે. ત્યારે કલજીની સરસવાણી આગળ રોડ પર ફાયર ફાઈટરે ત્યાં એક વ્યક્તિના ઘર આગળ પાર્ક કરેલ મારુતિ અલ્ટો કારને અડફેટે લીધી હતી. આ અલ્ટો કારને ફાયર બ્રિગેડના ચાલાકે અડફેટે લેતા અંદાજીત અલ્ટો કારને 1,00,000નુ નુકશાન થયેલ છે. આ અકસ્માતમાં અંદાજીત ત્રણ ફાયરબ્રિગેડમા સવાર વ્યકિતઓને ઇજા થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું માલુમ પડેલ છે. તેમજ પોતાના ઘર આગળ પાર્ક કરેલી અલ્ટો કારને 1,00,000 નું નુકશાન થતાં આ અંગે ઝાલોદ પોલીસ સ્ટેશને કાર માલિક દ્વારા અરજી આપી જાણકારી આપવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!