DAHOD

લીમડી નગરમાં આવેલ જીવન પ્રજ્ઞા વિદ્યાલય ઇંગ્લીશ મીડીયમ દ્વારા આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

તા.28.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

લીમડી નગરમાં આવેલ જીવન પ્રજ્ઞા વિદ્યાલય ઇંગ્લીશ મીડીયમ દ્વારા આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમન (CV Raman)ના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. તેમની મહાન શોધ ‘રમન ઇફેક્ટ’ની પુષ્ટિ આ દિવસે જ કરવામાં આવી હતી

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની નિમિતે આજરોજ સપ્તર્ષિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન પ્રજ્ઞા વિદ્યાલય ઇંગ્લીશ મીડીયમ એ અલગ અલગવૈજ્ઞાનિક પ્રોજેક્ટો પણ રજૂ કરી 1 થી 5 માં ભણતા વિદ્યાર્થીઓ ને બતાવી પ્રયોગો વિશે માહિતી આપી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

પ્રયોગ (1) – Drip irrigation agriculture working model (ટપક સિંચાઈ પધ્ધતિ)

પ્રયોગ (2) – Day/Night working model (દિવસ અને રાત વર્કિંગ મોડલ)

પ્રયોગ (3) – Volcano working model (જ્વાળામુખી વર્કિંગ મોડેલ)

પ્રયોગ (4) – Solar system Rotation (સૌરમંડળનું પરિભ્રમણ)

પ્રયોગ (5) – Source of water (પાણીના વિવિધ સ્ત્રોત અને તેનો ઉપયોગ)

પ્રયોગ (6 ) – Five since organ ( પાંચ જ્ઞાનેન્દ્રિયો અને તે કેવી રીતે કામ કરે છે

આવા અલગ અલગ પ્રયોગો વિજ્ઞાન ના શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ લીમડી જીવનપ્રજ્ઞા વિદ્યાલય ઇંગ્લિશ મીડીયમ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને પ્રાચીન ભારતના ગણિતજ્ઞ અને મહાન જ્યોતિષ વિદ આર્યભટ્ટ તેમજ સી.વી.રમન, ડો.હોમી ભાભા, જગદીશચંદ્ર બોઝ વગેરે મહાન ભારતીય વૈજ્ઞાનિકોએ આપેલા સિદ્ધાંતો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 ની થીમ ‘ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિઈંગ’ વિશે બાળકો ને વધુ જાણકારી આપવામાં આવી. વધુમાં શાળાના ધોરણ ૧ અને ૨ ના બાળકો એ ભારત ના મહાન વૈજ્ઞાનિકો વિશે સ્પીચ આપી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!