દાઉજી મંદિર ડાકોર ખાતે વિશ્ર્વ કલ્યાણાથૅ માટે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ

તા.૧૧.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાઉજી મંદિર ડાકોર ખાતે વિશ્ર્વ કલ્યાણાથૅ માટે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ
દાહોદ. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ ની સુપ્રેરણા અને કૃપાથી. પરમાધ્યક્ષ શ્રી ટીલાદ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ચર શ્રી.શ્રી ૧૦૦૮ શ્રી મહંત શ્રી માધવાચાયૅજી મહારાજ દ્વારા ખેડા જીલ્લા ના રણછોડ જી મહારાજ નગરી ડાકોર ના દાઉજી મંદિર ખાતે તારીખ ૧૭ મી મે.૨૦૨૫ થી તારીખ ૨૩ મી મે ૨૦૨૫ સુધી વિશ્ર્વ કલ્યાણ માટે ૦૯ કુન્ડાત્મક શ્રી રામ મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
શ્રી રામજી મહારાજ મંદિર દાહોદ રામાનંદ પાકૅ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજે માહિતી આપતા જણાવ્યું કે આ યજ્ઞ મા શ્રી હનુમાન ચાલીસા પાઠ.દૈનિક હવન પુજન.મંગલ કલશ યાત્રા. શોભાયાત્રા. હેમાદ્વી સ્નાન. દેવ પ્રતિષ્ઠા જેવા માગંલિક કાયૅક્રમ નુ આયોજન કરવામાં આવેલ છે
આ શુભ અને માગંલિક પ્રસંગો મા સમગ્ર ભારતમાથી સંતો. મહંતો તથા ડાકોર ઈન્દોર ખાલસા ના સમસ્ત સાધુ સંતો મહંતો પધારનાર છે આ માગંલિક પ્રસંગે હરિભક્તો તથા શ્રધ્ધાળુઓ ને ઉપસ્થિત રહી લાભ લઈ ધન્ય થવા અપીલ કરવામા આવી છે





