સુપ્રિમ કોર્ટ ખાતે પેન્ડીંગ સમાધાનલાયક કેસોના નિકાલ માટેની સુવર્ણ તક સમાધાન સમારોહ – ૨૦૨૬ સ્પેશીયલ લોક અદાલત યોજાશે

તા.૦૭.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:સુપ્રિમ કોર્ટ ખાતે પેન્ડીંગ સમાધાનલાયક કેસોના નિકાલ માટેની સુવર્ણ તક સમાધાન સમારોહ – ૨૦૨૬ સ્પેશીયલ લોક અદાલત યોજાશે
ભારતની સુપ્રિમ કોર્ટ દ્વારા ન્યાયને સરળ, સુલભ અને નિ:શુલ્ક બનાવવા માટે તથા દરેક વ્યક્તિ સુધી ન્યાય વ્યવસ્થાને સરળતાથી પહોંચાડવા માટે તેમજ પરસ્પર સમજૂતી અને સમાધાન દ્વારા વિવાદોના ઝડપી નિરાકરણને પ્રોત્સાહન આપવા સમાધાન સમારોહ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવેલ છે. જે ૨૧ મી એપ્રિલથી શરૂ થયેલ છે. આ ખાસ લોક અદાલતનો મુખ્ય હેતુ મૈત્રીપૂર્ણ – સૌહાર્દપૂર્ણ સમાધાન પદ્ધતિ દ્વારા સુપ્રિમ કોર્ટ સમક્ષનાં કેસોમાં પરસ્પર સંમતિથી વિવાદોના નિરાકરણને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે આ સમાધાન સમારોહ સ્પેશીયલ લોક અદાલતમાં ભાગ લેવા માટે ઇચ્છુક પક્ષકારો, વકીલશ્રીઓ સહિત સંબંધિત હિતધારકો વ્યક્તિગત રીતે અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા પણ જોડાઈ શકે છે જેનાં માટે સુપ્રિમ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ ગુગલ ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ મે ૨૦૨૬ છે તથા આ સમારોહ તારીખ ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ વિશેષ લોક અદાલતના આયોજન સાથે સમાપન થશે. આ માટે વધુ માહિતી કે સહાય માટે સુપ્રિમ કોર્ટ ખાતે કાર્યરત વન સ્ટોપ સેન્ટર રૂમ નં-૮૦૬ અને ૮૦૮, બી બ્લોક, એડીશનલ બિલ્ડીંગ કોમ્પલેક્ષ, સુપ્રીમ કોર્ટ દિલ્હી ખાતે ફોન નંબર ૦૧૧-૨૩૧૧૨૪૨૮, ૦૧૧-૨૩૧૧૨૫૨૮, ૦૧૧-૨૩૧૧૬૪૬૪, ૦૧૧-૨૩૧૧૬૪૬૫ તથા ડીરેક્ટરનો સંપર્ક નંબર ૦૧૧-૨૩૧૧૫૬૫૨ પર સંપર્ક કરી શકાય છે. વધુમાં આ સમાધાન સમારોહ સ્પેશીયલ લોક અદાલતમાં ભાગ લેવા માટે સ્થાનિક સ્તરે જે તે કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનો સંપર્ક પણ કરી શકાય છે. જેમાં દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગમાં રૂમ નં:-3 ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદની કચેરીમાં રૂબરૂમાં અથવા તો ટેલિફોન નંબર ૦૨૬૭૩-૨૩૯૩૧૩ પર સંપર્ક કરીને વધુમાં વધુ લોકો સુપ્રિમ કોર્ટ ખાતે પેન્ડીંગ પોતાના સમાધાન લાયક કેસોનો સુખદ નિરાકરણ લાવે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદના ફુલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) એસ.એસ. પ્રજાપતિ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.





