DAHODDAHOD CITY / TALUKO
ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણી કરવામાં આવી

તા.૦૮.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણી કરાઈ વિશ્વ રેડ ક્રોસ દિવસ, રેડ ક્રેસન્ટ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ છે જે આ મહાન માનવતા વાદી ચળવળના સ્થાપક હેનરી ડ્યુનાટ ના જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપની ઉજવણી ફ્રી ડેન્ટલ ચેકઅપ ફ્રી ફિઝિયોથેરાપી ચેક અપ તથા ફ્રી લેબોરેટરી ચેક અપ કેમ્પ કરી ઉજવવામાં આવી આ પ્રસંગે દાહોદ જિલ્લા શાખા ના ચેરમેન ગોપાલભાઈ ધાનકા વઇસ ચેરમેન દિનેશભાઈ શાહ મંત્રી રાજેશભાઈ ભટ્ટ સહમંત્રી એન કે પરમાર ગુજરાત રાજ્ય રેડ ક્રોસ ના પ્રતિનિધિ સાબીર શેખ કારોબારી સભ્ય નરેશભાઈ ચાવડા મુકુંદભાઈ કાબરાવાલા ડેન્ટિસ્ટ ડોક્ટર વૈશાલી જૈન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર કરિશ્મા લોખંડે તેમજ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા





