દાહોદના ગોદી રોડ વિસ્તારમાં ફરીવાર ચાલતા જતા પરિવાર પર રખડતા આંખલાઓએ હુમલો કર્યો વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો
AJAY SANSIApril 3, 2025Last Updated: April 3, 2025
1 1 minute read
તા.૦૩.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગોદી રોડ વિસ્તારમાં ફરીવાર ચાલતા જતા પરિવાર પર રખડતા આંખલાઓએ હુમલો કર્યો વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો
રાત્રીના ૮.૪૦ કલાકની આસપાસ દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલની નજીક રહેતા એક પિતા જે તેઓના બે બાળકોને લઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન તે વિસ્તારમાં રખડતા ઢોરએ બાળક પાસે આવી બાળક પર હુમલો કરતા પિતાએ બાળકને બચાવવા જતા ત્યારે તે રસ્તા પર બેસેલ તમામ ઢોરોએ એક સાથે તેમના પર હુમલો કરતા બાળકો અને ઈસમએ બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવી જેમ તેમ બાળકો અને તે ઈસમને ભારી જહેમત બાદ રખડતા ઢોરોના સીકંજા માંથી છોળાવ્યા હતા જે ઘટનામાં તેઓને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળેલ છે દાહોદ શહેરમાં અગાવ પણ આવી અનેકો ઘટના બની ચુકી છે જેવી ઘટના આવનાર સમયમાં ન સર્જાયા જેવી ઘટનામાં કોઈનું જીવ જાય એ પેહલા હંમેશા માટે તેનું નીકાલ લાવી રખડતા આંખલાઓને પાંજરે પૂરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે