AHAVADANGGUJARAT

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ખેતીવાડી સાધનોની કીટ વિતરણ કરાઇ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

આહવા ડાંગ દરબાર હોલમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક  વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ દવા છાટવાના પંપ, અનાજ ઉણપવાના પંખા તેમજ ખેતીવાડી સાધનોની કીટ વિતરણ કાર્યક્રમ સાથે નેશનલ ફૂડ સિલ્યુરિટી મિશન યોજના હેઠળ ક્રોપીંગ સિસિટમ બેઇઝ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

વર્તમાન સરકારમાં પારદર્શિતાના આધારે છેવાડાના દરેક ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળી રહયો છે. તેમ જણાવી શ્રી વિજયભાઈ પટેલે સરકાર દ્વાર અમલી કરવામાં આવેલ વિવિધ સરકારી તેમજ ખેતીવાડી યોજનાઓનો લાભ લઈને પગભર થવા તમામ ખેડૂતોને અપીલ કરી હતી.

ઓક્ટોબર માસમાં પડેલ કમોસમી વરસાદનાં કારણે થયેલ પાક નુકશાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ માટે કુલ ૧૦૪૭૯ અરજીઓની રજુઆત કરવામાં આવેલ છે. જે તમામ ખેડૂતોને અંદાજે ૩૬.૨૦ કરોડની ચૂકવણી કરવામાં આવશે તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.

આહવા ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આદિજાતીના ખેડૂતોને દવા છાંટવાના પંપ પુરા પાડવા ૭૫ ટકા સહાય યોજના હેઠળ કુલ ૧૩૩ લાભાર્થીઓ, આદિજાતિના ખેડૂતોને પાવર થી ચાલતા અનાજ ઉણપવાના પંખા પુરા પાડવા ૫૦ ટકા સહાય હેઠળ ૧૨૦ લાભાર્થીઓ તેમજ આદિજાતિ ખેડૂતો માટે ખેતીવાડી સાધનોની કીટ માટે ૯૦ ટકા સહાય યોજના હેઠલ કુલ ૪૦ ખેડૂત લાભાર્થીઓને અંદાજિત રૂપિયા ૧૨.૫૭ લાખની રકમના સાધનો, ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા સાધન કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ સાથે જ આજરોજ નેશનલ ફૂડ સિલ્યુરિટી મિશન યોજના હેઠળ ક્રોપીંગ સિસિટમ બેઇઝ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને રવી પાક જેવા કે, ચણા, જુવારની પ્રાકૃતિક ખેત પધ્ધતિ તેમજ તૃણ ધાન્ય તેમજ કઠોળ પાકોનું ઉત્પાદન વધારવા વૈજ્ઞાનીક પધ્ધતિથી ગ્રૃપમાં વાવેતર કરી વેચાણ કરવા અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ  નિર્મળાબેન ગાઇન, જિલ્લા પંચાયત ખેતીવાડી સિંચાઈ વિભાગના ચેરમેન હરિશભાઇ બચ્છાવ, જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ સંજયભાઈ ભગરીયા સહિત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!