NILESH DARJIAugust 8, 2024Last Updated: August 8, 2024
3 Less than a minute
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા, દાહોદ રોડ પર આવેલી રેસ્ટોરન્ટ માં તપાસ હાથ ધરી હતી.જેમા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફુડ સેફટી ઓફીસર દ્વારા ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલ ડેઇલી મીલ્સ કાફે એન્ડ રૂફટોપ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ ગ્રેવી તથા દાલ તડકાના બે ખાદ્યચીજોના નમુનાઓ લઇ ગુજરાત રાજયની ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે, જેના પ્રુથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સ્વચ્છતા બાબતે શિડયુલ-૪ મુજબ પાલન થતું ન હોય ફુડ સેફટી એકટ હેઠળ ઇમ્પ્રુવમેંન્ટ નોટિસ પણ ફટકારવામાં આવેલ છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા,જિ: પંચમહાલએ એક યાદીમાં જણાવ્યું છે.
Sorry, there was a YouTube error.
NILESH DARJIAugust 8, 2024Last Updated: August 8, 2024