વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે જમશેદપુર ખાતે 11માં સમવાદ-2024નાં ટ્રાઇબલ કોન્કલેવ કાર્યક્રમનો રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યુ હતુ.ત્યારે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચિંચલી ગામનું ડાંગી નૃત્ય ટીમ જમશેદપુર ખાતે નૃત્ય પ્રદર્શન કરવા માટે પહોંચી હતી.અને આ ટીમ દ્વારા જમશેદપુરમાં ડાંગની સુગંધ ફેલાવવામાં આવી હતી.ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે 11મું સમવાદ-2024નાં ટ્રાઈબલ કોન્કલેવ પ્રોગ્રામનું 15મી નવેમ્બરથી 19 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં દેશના દરેક રાજ્યમાંથી વિવિધ આદિવાસી સમુદાયનાં લોકોએ ભાગ લીધો હતો.અહી વિવિધ રાજ્યનાં તમામ આદિવાસી જીવનશૈલી સાથે સંકળાયેલ ચીજ-વસતુઓના સ્ટોલ તથા ખાણી -પીણીના સ્ટોલ જોવા મળ્યા હતા.તે સાથે દરરોજ સાંજે રંગીન સંધ્યા (colorful evening) માં વિવિધ રાજ્યોમાંથી આવેલ વિવિધ કલા- સંસ્કૃતિ તથા કૃતિઓ રજૂ કરવામાં આવી.આદિવાસીયતને એક રાષ્ટ્રીય મંચ પર પ્રસ્તાવિત કરવામાં આવ્યુ હતુ.જેમા ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરી આદિવાસી સમાજ આગળ આવે તેવા ઉમદા હેતુથી સમાજને પ્લેટફોર્મ પુરૂં પાડવામાં આવ્યુ હતુ.ત્યારે ગુજરાતનાં ડાંગ જિલ્લામાંથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગનાં ચિંચલી ગામના ડાંગી નૃત્યની ટીમે આખા જમશેદપુરમાં ડાંગની સુંગંધ ફેલાવી હતી.તેમજ તુષારભાઇ કામડીએ મોટા સ્ટેજ પર ડાંગી ભાષામાં આદીવાસી ગીતોનું ગાયન કર્યું હતુ.આદિવાસી સમાજનાં આ સંવાદમાં આદિવાસી યુવા મંચ ડાંગ (ગુજરાત)નાં ગૃપમાથી અરૂણભાઇ બાગુલ,નીતિનભાઈ રાઉત તથા ડાંગ જિલ્લાનાં નેશનલ માઉન્ટેનર ભોવાનભાઇ રાઠોડે પણ ભાગ લીધો હતો.ત્યારે ભારત દેશના દરેક રાજ્યો ના આદિવાસી ભાઇઓ બહેનો ને એકમંચ પર લાવનાર ટાટા સ્ટીલ ફાઉન્ડેશનનો સમગ્ર આદીવાસી સમાજ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો..