વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદની જેમ ભાજપાનાં કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપત્તીજનક ફોટા મૂકી સંગઠનનું વાતાવરણ બગાડ્યુ..
ડાંગ જિલ્લાનું ભાજપ સંગઠન ગ્રુપ, વન મહોત્સવ તાલુકા પંચાયત ગ્રુપ અને યુવા વિચારધારા વોટસએપ ગ્રુપમાં ભાજપના એક નેતા દ્વારા આપત્તિજનક પોસ્ટ અને ન્યૂડ ફોટાઓ મૂકી દેવામાં આવ્યા હતા.જોકે આ વોટસએપ ગ્રુપમાં ભાજપની મહિલા અગ્રણીઓ પણ હોય જેના કારણે અન્ય સભ્ય તથા મહિલા સભ્યોને વિમાસણમાં મુકાવવાનો વારો આવ્યો હતો.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના અગ્રણી તેમજ હાલનાં સુબિર તાલુકા પંચાયતનાં સરપંચ એસોસિએશનનાં પ્રમુખ એવા વસનજીભાઈ કુંવરે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન ગ્રુપ, વન મહોત્સવ તાલુકા પંચાયત ગ્રુપ અને યુવા વિચારધારા નામનાં વોટસએપ ગ્રુપમાં આપત્તિજનક પોસ્ટ અને ન્યૂડ ફોટા મૂકીને ખળભળાટ મચાવી દીધો છે.આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.આ ગ્રુપમાં ડાંગ ભાજપની મહિલા અગ્રણીઓ અને ભાજપ સંગઠનના ઉચ્ચ નેતાઓ પણ સભ્ય તરીકે સક્રિય જોવા મળે છે.અહી ભાજપના જ અગ્રણી દ્વારા આવા આપત્તિજનક ન્યૂડ ફોટા અને પોસ્ટ મૂકવાથી ભાજપા પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યુ છે.ડાંગ ભાજપાનાં નેતા વસનજીભાઈ કુંવરે ફોટા અપલોડ કર્યા પછી ઘણા સમય સુધી ડિલીટ કરવાની તસ્દી પણ લીધી નહોતી, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે.અને આ મામલાનાં સ્ક્રીન શોટ સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા.આ ઘટના બાદ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહિલા અગ્રણીઓએ પણ નામ ન આપવાની શરતે આ કૃત્યની સખત નિંદા કરી છે.અને વસનજીભાઈ કુંવર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.આ ઘટનાએ ડાંગ જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.અને ભાજપની છબીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.જોકે હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યુ..