GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: સુરખાઈ ગામના ધોડિયા સમાજ ભવન ખાતે સૌપ્રથમવાર યોજાનાર ઐતિહાસિક ટ્રાઈબલ ટ્રેડ ફેર ની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

*સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય આયોજીત વ્યાપાર મેળામાં સરકારશ્રીના વિવિધ વિભાગોના સંકલન સાથે આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને કલાઓ માટે ૨૪૦થી વધુ સ્ટોલ ઉભા કરાયા*

આદિવાસી રાષ્ટ્રીય વ્યાપાર મેળો આગામી તારીખ-૦૮,૦૯,૧૦ નવેમ્બર – ૨૦૨૪ ના રોજ સુરખાઈ, તા. ચીખલી, જિ. નવસારી. મુકામે યોજનાર છે. આ કાર્યક્રમનો નો મુખ્ય ઉદ્દેશ્ય- આદિવાસી નવ યુવાનોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી,  ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાનો છે. જેનો પ્રારંભ તા.૮-૧૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૦-૦૦ વાગે આદિજાતિ વિભાગના મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરના હસ્તે કરવામાં આવશે. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારી થઇ રહી છે. અંદાજીત એક લાખ થી વધુ લોકો ટ્રેડફેરમાં ભાગીદાર બનશે.

આ કાર્યક્રમમાં સરકારના વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન માટે ખેતીવાડી,બાગાયતી પ્રાકૃતિક ખેતી,જિલ્લા ઉધોગ કેન્દ્ર, આદિજાતિ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ,Triefed, બેન્કના બોર્ડ વિગેરે એકમોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેનાર છે. અને તેમના દ્વારા નાણાકીય જોગવાઈ કેવી રીતે મેળવી શકાય, તે અંગેનો વ્યાપાર ધંધામાં આગળ વધવા માટે આયોજન, માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવનાર છે. આ ટ્રાયબલ ટ્રેડ ફેરમાં નવ–યુવાનોમાં ઉત્સાહ અને મેળામાં મુલાકાત લેવા આશરે ૫૦,૦00 થી વધુ લોકો ઉપસ્થિત રહેશે તથા આયોજકો દ્વારા ૨૪૦થી વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ એવી સાંજે વિવિધ સંસ્કૃતિને આધીન ઘેરીયા નૃત્ય,માદળનૃત્ય, તારપા નૃત્ય, કાહળી, તુર તેમજ ડાંગી નૃત્ય પણ જોવા મળશે.

*ટ્રાઈબલ ટ્રેડ ફેરના ત્રી દિવસીય કાર્યક્રમની વિગત*
*પ્રથમ દિવસ–તા.૦૮/૧૧/૨૦૨૪*

આ આદિવાસી વ્યાપાર મેળો મેગા ટ્રાઈબલ ટ્રેડ ફેરનું ઉદઘાટન માન. કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ અને શિક્ષણમંત્રીના હાથે ખુલ્લુ મુકાનાર છે, જેમાં પ્રેરક ઉપસ્થિતિ વલસાડ ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ તેમજ શ્રી ચંપકભાઈ વાઢવા,શ્રી અશ્વિનભાઈ ચૌધરી,શ્રી તેજસભાઈ પટેલ,શ્રી બી.કે.કુમાર સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ સાથે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

*બીજો દિવસ–તા.૦૯/૧૧/૨૦૨૪*

નેશનલ આદિવાસી વ્યાપાર મેળામાં કાર્યક્રમના બીજા દિવસના અધ્યક્ષ એવા માન. શ્રી કુંવરજીભાઈ હળપતિ,આદિજાતિ ગ્રામવિકાસ, રોજગાર મંત્રીશ્રી (રાજ્યકક્ષા) દ્વારા ખુલ્લું મુકવામાં આવનાર છે અને તેમની સાથે કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, ગમનભાઈ પટેલ- ચેરમેનશ્રી વસુધરા ડેરી, આલીપોર પણ ઉપસ્થિત રહેનાર છે. અને બપોરે વિવિધ ધંધા–ઉદ્યોગમાં સફળ થયેલા વ્યકિત દ્વારા સેમિનાર સાથે માર્ગદર્શન આપવામાં આવશે. તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ખેડબ્રહ્મા તુષારભાઈ ચૌધરી, અને ધારાસભ્ય વાંસદા અનંતભાઈ પટેલ, અને સંગઠનના પ્રમુખશ્રી બાબુભાઈ ગાંગુડા તેમજ ભરતભાઈ નાયકા અને રાજુભાઈ વલવાઈ (સુખસર) ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળનાર છે.

*ત્રીજો દિવસ–તા. ૧૦/૧૧/૨૦૨૪*

રાષ્ટ્રીય આદિવાસી વ્યાપાર મેળો માન. શ્રી માનસિંગભાઇ પટેલ, ચેરમેનશ્રી સુમુલ ડેરી સાથે માન. શ્રી અશોકભાઈ ચૌધરી મહાસચિવ એકતા પરિષદ તેમજ ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા,ડેડીયાપાડા,એડ.શ્રી સુનિલભાઈ ગામીત,ડો.રાજન ભગોરા,શ્રી વિનય કુવરા પણ ઉપસ્થિત રહેનાર છે.અને સાંજે વિવિધ ધંધા-વ્યાપાર મેળામાં સમાજના સંગઠનો થકી વિવિધ સમિતિઓ સાથે મેળામાં જોવા મળેલ ધંધા-રોજગારના સ્ટોલ, સાંસ્કૃતિક તેમજ ધંધા વ્યાપાર માટે આગળની શું વ્યવસ્થા કરવા વિવિધ સમિતિઓ જેવી કે સમસ્ત આદિવાસી સમાજ,લોક મંગલમ ટ્રસ્ટ,ધરમપુર,સ્પર્શ ફાઉન્ડેશન વ્યારા સાથે અંતે રહી ગયેલ ખામીઓ બાબતે ખૂબ જ ગહનપૂર્વક ચર્ચા કરવામાં આવનાર છે.જેમાં શૈક્ષણિક,વ્યાપાર-ધંધા અને આર્થિક, સામાજીક સાથે મહિલાના ઉત્થાન માટે ચર્ચા-પરામર્શ કરી કાર્યક્રમનું સમાપન કરાશે.

આ ટ્રાયબલ ટ્રેડ ફેરની મુલાકાત લેવા સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!