નર્મદા જિલ્લાના દેડિયાપાડા પો.સ્ટે.ના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને ચોટીલા ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ
રાજપીપળા જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામમાં નાસતા ફરતા આરોપીઓ ને પકડવા સારૂં ખાસ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ-ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સ.ઇ ડી.આર.રાઠોડ નાઓને દેડિયાપાડા પો.સ્ટે મા આરોપી દિનેશભાઇ હસુભાઇ બાવળિયા ઉ.વ.૨૬ રહે.ભીમગઢ પ્રાથમિક શાળાની બાજુમાં તા.ચોટીલા જિ.સુરેન્દ્રનગરનાઓને અટક કરવાનો બાકી હોય જે અનુસંધાને તા.૧૦/૦૫/૨૦૨૫ નારોજ પેરોલ ફર્લ સ્કોડની સંયુક્ત બાતમી આધારે તા.૧૧/૦૫/૨૦૨૫ ના વહેલી સવારના મજકુર આરોપી આશાપુરા નાસ્તા હાઉસ, ચોટીલા ખાતે હાજર હોવાની ચોક્કસ બાતમી આધારે તપાસ વોચમાં રહેતાં મળી આવતાં પકડી પાડી આગળની કાર્યવાહી માટે આરોપીનો દેડિયાપાડા પો.સ્ટે.ખાતે કબ્જો સોંપવામાં આવેલ છ