વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં એલસીબી પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાદલખડી ગામ ખાતેથી ગેરકાયદેસર દારૂનું વેચાણ કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો.તેમજ 38 હજાર કરતા વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લા એલસીબી પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુબીરના પાદલખડી ગામે રહેતા ગણેશભાઈ ઉર્ફે ગના મનાભાઈ ગવળી પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે નિકાલ એલસીબી પોલીસની ટીમે ગણેશભાઈના ઘરે રેઈડ કરી હતી.ત્યારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ROYAL BLUE Malt WHISKY ના ખાખી પુઠાના બોક્સ નંગ-૮, બાટલી નંગ-૩૮૪ જેની કિંમત રૂપિયા રૂા.૩૮,૪૦૦/- નો જથ્થો ઝડપાયો હતો.જે બાદ પોલીસે ગણેશભાઈ ઉર્ફે ગના મનાભાઈ ગવળીની અટકાયત કરી હતી.અને મુદ્દામાલ પહોંચાડનાર એક ફોરવ્હીલ ફન્ટી કારના ચાલક તથા ક્લીનર એમ બંને ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.હાલમાં સુબીર પોલીસની ટીમે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..