AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા LCB પોલીસની ટીમે આહવા ખાતે જુગાર રમતા છ જુગારીઓને ૬૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા એલસીબી પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે આહવાનાં દેવલપાડા ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો પૈસા વતી હાર જીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ ૬૨ હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લા એલસીબી પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આહવા દેવલપાડામાં એક ઘરના ઓટલા ઉપર ખુલ્લામાં અમુક ઈસમો ગેર કાયદેસર હારજીતનો જુગાર પૈસા પાના વડે રમી રમાડે છે.જે બાતમીનાં આધારે ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફનાં માણસોએ રેડ કરી હતી.ત્યારે સ્થળ પરથી પોલીસે (૧) કમલેશભાઈ રમેશભાઈ ખીરારી( ઉ.વ.૩૨, રહે.આહવા માજીરપાડા તા.આહવા જી.ડાંગ),(૨) હમીદભાઈ વાહીદભાઈ શાહ(ઉ.વ.૩૮, રહે.આહવા રાણી ફળીયા તા.આહવા જી.ડાંગ),(૩) અનવરભાઈ ઈસ્માઈલ શાહ(ઉ.વ.૩૨, રહે.આહવા પટેલપાડા તા.આહવા જિ.ડાંગ),(૪) અમીતભાઇ જશુભાઈ ભોયે(ઉ.વ.૨૦ રહે. આહવા દેવલપાડા તા.આહવા, જિ.ડાંગ),(૫) નિલેશભાઈ મહેન્દ્રભાઈ લાવરે (ઉ.વ.૩૫, રહે.આહવા માજીરપાડા તા.આહવા જી.ડાંગ),(૬) તેજશભાઈ હિરાલાલ જૈસવાલ (ઉ.વ. ૩૨, રહે.આહવા દેવલપાડા તા.આહવા જી.ડાંગ) ને ઝડપી પાડ્યા હતા.તેમજ રોકડ રૂપિયા ૫૨,૩૦૦/- તથા મોબાઈલ નંગ 3 જેની કિંમત રૂપિયા ૧૦ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૬૨,૩૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!