AHAVADANGGUJARAT

મોબાઈલ રિકવર કરી પરત આપવામાં ડાંગ જિલ્લા પોલીસ સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત…

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તારીખ ૦૧/૦૪/૨૦૨૫ થી તારીખ ૩૦/૦૯/૨૦૨૫ સુધીમાં ૯૬ જેટલા મોબાઈલ રિકવર કરીને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત તમામ મોબાઇલ તેઓના મુળમાલિકોને પરત કર્યાં હતાં.

ડાંગ જિલ્લા પોલીસની આ પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગર દ્વારા શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. ડાંગ જિલ્લા પોલીસ મોબાઈલ રિકવર કરી પરત આપવામાં ડાંગ જિલ્લા પોલીસ સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે આવતાં જિલ્લા પોલીસ વડાશ્રી પૂજા યાદવ તેમજ ઈ/ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એચ.સરવૈયાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ-આહવા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી.કે.જે.નિરંજને અને તેઓની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!