JHAGADIYA

ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બદકામ કરવાના ઇરાદે હોટલમાં લઈ જનાર બે આરોપી ની પોલીસે ધરપકડ કરી  


ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બદકામ કરવાના ઇરાદે હોટલમાં લઈ જનાર બે આરોપી ની પોલીસે ધરપકડ કરી

ઝઘડિયા તાલુકાના બહુચર્ચિત સગીરા અપહરણ કેસ ના આરોપી રાજપારડી ગામના મેહુલ પટેલ તથા યુવરાજસિંહ રાજ ની ઉમલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, બનાવની વિગત એવી છે કે ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા નજીકની માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે, ગત તારીખ‌ ૧૮ મીના રોજ સગીરાને સવારે શાળાના ગેટ પરથી ફોરવ્હિલ ગાડીમાં રાજપારડીના મેહુલ પટેલ તથા યુવરાજસિંહ રાજ નામના ઈસમો લઈ ગયા હતા,અને સગીરાને પટાવી ફોસલાવી તેની સાથે બદકામ કરવાના ઇરાદે ભરૂચની હોટલમાં લઈ ગયા હોવાની ફરિયાદ લખાઇ હતી. સગીરા શાળાએ નહીં જતા શાળામાંથી તેના વાલી પર ફોન ગયો હતો ત્યારે વાલીને ખબર પડી હતી અને શાળાના સીસીટીવી ચેક કરાવતા રાજપારડીના આ બંને ઈસમો તેનું અપહરણ કરી બદકામ કરવાના ઇરાદે ભરૂચની એક હોટલમાં લઈ ગયા હોવ‍ાની જાણ થઇ હતી, જે સંદર્ભે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં મેહુલ દિનેશભાઈ પટેલ ઉ.વ ૩૫ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ ઉ.વ ૨૨ બંને રહે. અલકાપુરી સોસાયટી રાજપારડી તા. ઝઘડિયાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, સ્થાનિક પોલીસે બંને આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી સંયુક્ત કામગીરી કરી હતી, જેમાં ટીમને બાતમી મળી હતી કે આરોપીઓ રાજપારડી ખાતે હાજર છે જેના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બંને આરોપીઓ મેહુલ પટેલ અને યુવરાજસિંહ રાજ મળી આવ્યા હતા, જેમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝઘડિયા તાલુકાની એક સગીરા ને બદકામ‌ કરવાના ઇરાદે જે શાળા ના ગેટ પર થી અપહરણ કરી‌ લઈ ગયા હતા તે જ શાળામાં સગીરાના અપહરણ ના આરોપી મેહુલ દિનેશભાઈ પટેલ ઉ.વ. ૩૫ ની દિકરી પણ અભ્યાસ કરતી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!