AHAVADANGGUJARAT

વઘઈ ખાતે ડાંગ મિત્ર ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યશાળા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે “ડાંગ મિત્ર” મંડળ દ્વારા કરવામાં આવતી કામગીરી નોંધપાત્ર અને પ્રશંસનીય રહી છે. મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે માર્ગદર્શન, કાર્યશાળાઓ અને વાંચન પ્રેરણા જેવા કાર્યક્રમો યોજી યુવાનોને યોગ્ય દિશામાં આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિષય અનુસંધાને આજરોજ વાંસદાના જશવંતભાઈ દેવરે એ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વાંચેલું કેવી રીતે યાદ રહે.., વાંચન કરવાની અસરકારક પદ્ધતિઓ પર ધ્યાન દોરી, શ્રીમદ્ ભાગવત ગીતાજી ના ઉદાહરણ આપીને આપણા શાસ્ત્રો માં જીવન જીવવાની કળાનું પણ વિગતવાર માર્ગદર્શન પૂરૂ પાડયુ હતુ. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને મફતમાં માર્ગદર્શન અને સગવડો પૂરી પાડીને તેઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ડાંગ મિત્ર ટ્રસ્ટ નો પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. ડાંગ મિત્ર મંડળની આ સેવા પ્રવૃત્તિઓને કારણે અનેક વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે પ્રેરિત થયા છે. મંડળની આ નિષ્ઠાભરી કામગીરી માટે સમાજના વિવિધ વર્ગો દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ડાંગ મિત્ર ના ટ્રસ્ટી રવિભાઈ સૂર્યવંશી, એડવોકેટ ગોવિંદાભાઈ કુંવર, જિલ્લા સંચાલક  બ્રિજેશભાઈ ઠાકર, સમાજસેવક સાગરભાઈ બટકે,  મિતભાઈ નાયક સહિતના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી એવી માહિતી પ્રાપ્ત થઈ હતી.

Back to top button
error: Content is protected !!