AHAVADANGGUJARAT

Dang:સાપુતારા ઘાટમાર્ગમાં જાનૈયા ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી જતા 13 જાનૈયાઓને નાની મોટી ઈજા પોહચી..

વાત્સલ્યમ સમાચાર
     મદન વૈષ્ણવ
મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનાં માણિકપુંજથી સાપુતારાનાં તળેટી વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે લગ્નમાં જાન લઈ જઈ રહ્યા હતા તે વેળાએ સાપુતારા ઘાટમાં પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો..

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનાં નાંદગાવ તાલુકાનાં માણિકપુંજથી પિકઅપ ગાડી.ન.એમ.એચ.02.ઈ. આર.9708માં 15થી વધુ જાનૈયાઓ સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે લગ્નમાં જવા નીકળ્યા હતા.અને પિકઅપ ગાડીના ડ્રાયવર ગણેશભાઈ ચંદુભાઈ થોરાટે મહારાષ્ટ્ર અને સાપુતારાની સરહદની વચ્ચે આવેલ થાનાપાડા ગામ પાસે ચા પાણી અને નાસ્તો કરવા માટે પિકઅપ ગાડી ઉભી રાખી હતી.તે વેળાએ એક ભાઈ તેઓને મળવા માટે આવ્યા હતા.અને તેનું નામ મીનેશભાઈ રામદાસભાઈ બાગુલ રે.નવાગામ સાપુતારાનો હોવાનું જણાવ્યું હતુ.અહી પિકઅપ ગાડીનાં ડ્રાયવરને મીનેશભાઈ બાગુલે જણાવ્યુ હતુ કે આગળ પોલીસવાળા ઉભા છે.જેથી પિકઅપ ગાડી મને ચલાવવા આપો એટલે હું પિકઅપ ગાડીને પાસ કરાવી દઉ કહી થાણાપાડાથી પિકઅપ ગાડી તેઓ હંકારતા હતા.જેમાં સાપુતારા ચેકપોસ્ટ પાસ કરી સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં ગણેશ મંદિર નજીકનાં વળાંકમાં ચાલક મીનેશભાઈ બાગુલે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઘટના સ્થળે પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.સાપુતારા ઘાટમાર્ગમાં જાનૈયા ભરેલ પિકઅપ ગાડી અચાનક પલ્ટી મારી જતા પિકઅપ ગાડીમાં પાછળ ફાલકામાં બેસેલ જાનૈયાઓનાં રડારોળથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યુ હતુ.એકાએક પિકઅપ ગાડી પલ્ટી મારી જવાની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અહી માર્ગમાંથી પસાર થતા વાહનચાલકો અને પોલીસની ટીમે મદદે આવી ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ અકસ્માતમાં (1)સવિતાબેન ભાવસાહેબ વાઘ (2)વૈશાલીબેન સુનિલભાઈ સેળકે (3)ઓમ સુનિલભાઈ સેળકે (4) ગણેશ રંગનાથ જાદવ (5)રંગનાથ જગનાથ ટુપે (6)રાજેન્દ્ર નાના દળેકર (7)દિપકભાઈ દાદાસાહેબ ગોડશે (8)સંગીતા ઉજજેન વાઘ (9)સંગીતા મોહન વાઘ (10)તાઈબાઈ જ્ઞાનેશ્વર વાઘ (11)જ્ઞાનેશ્વરભાઈ વાઘ (12)સુનિલભાઈ સેળકે (13)વૈશાલીબેન સેળકે રે.માણિકપુંજ તા.નાંદગાવ જી.નાસિકનાઓને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 5 ઇસમોની હાલત ગંભીર જણાતા 4 ઈસમોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે એક ઇજાગ્રસ્તને ખાનગી વાહનમાં નાસિક ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં પિકઅપ ગાડીને જંગી નુકસાન થયુ હતુ. હાલમાં સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!