GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાયન્સ નગરમાં ઉભરાતી ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા

 

 

MORBI:મોરબીના લાયન્સ નગરમાં ઉભરાતી ગટર ના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા

 


મોરબી ના વોર્ડ નં ૨ માં આવેલા લાયન્સનગર મેઈન રોડ પર છેલ્લા ૧૫ દિવસ થી. ગટર ના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને સખત દુર્ગંધ સાથે અતિ બિસ્માર એવા રોડ પર ઉંડા ખાડાઓ પડી જતા અનેક વાહન ચાલકો તથા રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સમસ્યાઓ ઉભી થઈ છે
.આ રોડ અનેક વિસ્તારો ને જોડતો મુખ્ય રોડ હોય, સતત અવરજવર રહેતી હોવાથી દરરોજ અસંખ્ય નાગરિકો ફરજિયાત પણે આ જોખમી રસ્તે પસાર થવું પડે છે અને અનેક વાહનો સ્લીપ થયા ના બનાવો પણ. બનતા રહે છે. કોઈ મોટી ગંભીર દુર્ઘટનાઓ સર્જાય ત્યાર. પહેલા જ તંત્ર આ રોડ ને ઉપયોગ લાયક બનાવે તેવી વ્યાપક લોક માંગણી ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!