સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાની પદયાત્રા
જસાપર બોર્ડથી મુળી માંડવરાયજી દાદાના મંદિરે આશીર્વાદ લેશે.
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના કીશાન સેલના પ્રદેશ પ્રમુખ એવા રાજુભાઈ કરપડા ખેડૂતોના પડતર પ્રશ્નો જેવા કે એમ.એસ.પી.અને ખેડૂતો ના ખેતર સુધી નર્મદાના નીર માટે લડત આપશે તે માટે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત ના અનેક ખેડૂત આગેવાનો હાજરી આપશે અને જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમાં ફક્ત ગામદિઠ એક તળાવ ભરવાની યોજના બનાવી છે તેનું ખાતમુર્હુત મુખ્યમંત્રી હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કામ ચાલુ કરવામાં આવેલ નથી આ યોજના માં પાઈપ લાઈન દ્વારા ફક્ત એક જ તળાવ એક ગામમાં ભરવામાં આવશે તેવી યોજના છે જેથી ફક્ત પંદર વીસ ખેડૂતોને જ પંદર દિવસ માટે પાણી મળે માટે આ યોજના ફકત લોલીપોપ સમાન સાબિત થશે તેમ રાજુભાઈએ જણાવ્યું હતું આ પદયાત્રામાં જિલ્લાના ખેડૂતો ઉમટી પડશે અને હવે સરકાર સામે લડી લેવા ખેડૂતો શપથ લેશે આવનાર સમયમાં આ પ્રશ્નોને લઈ મોટી લડતના મંડાણ થશે અને ખેડૂતો મોટાપાયે આંદોલન સાથે અનેક વિવિધ કાર્યક્રમ આપશે તેમ જણાવ્યું હતું મુળી માંડવરાયજી દાદાના દર્શન કરી તમામ ખેડૂતો આશીર્વાદ લઈને આગળ ની લડતના મંડાણ કરશે આ પદયાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાનાં ખેડૂતો ઉમટી પડશે અને પોતાના હક્કની માંગણી સાથે આગામી સમયમાં આંદોલનનો માર્ગ અપનાવશે તેમ જણાવ્યું હતું આ પદયાત્રામાં રાજકીય આગેવાનો પણ જોડાશે.