
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુર્ણાનાં બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીનાં સાનિધ્યમાં ડાંગના અતિ ઊંડાણના આદિવાસી ક્ષેત્રનાં ગામોમાં અતિ જરૂરિયાત મંદ એવા વિકલાંગવ્યક્તિ, વિધવાબહેનો, વિધુર ભાઈઓ સુધી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં વાસુર્ણા,મહારાઈચૌંડ, બોરીગાંવઠા, સોનગીર,સુંદા,ખાપરી, કાસવદહાડ , ઘોઘલી, મુરબી,ધુમખલ, જાખાના સહિત 18 ગામોમાંથી 70 જેટલા વિકલાંગ અને 350 વિધવા વિધુરને અનાજ તેલ તથા શાકભાજીની કીટ વિતરિત કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાનાં આટલા અંતરિયાળ ગામોમાં પોતાની સેવા પહોંચતી જોઈ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોનાબેન દેસાઈ, વાઇસ ડિસ્ટ્રીક ગવર્નર હેમલ પટેલ, પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર ડૉ. શરદભાઈ પટેલ તથા અનેક દાતાઓ ખૂબ જ ભાવવિભોર થયા હતા.અને જાતે ધન્યતા અનુભવી હતી.સાથે આવેલ દરેક લાયન્સ ક્લબના સદસ્યોએ પણ જરૂરિયાતમંદ સુધી આ કીટ પહોંચાડી અને અલગ અલગ ગામની મુલાકાત લઇ પ્રકૃતિનો અને પરમેશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો.ડૉ શરદભાઈએ દાતાઓ તથા તેજસ્વીની સંસ્કૃતિ ધામ પરિવાર,હરિભાઈ, લલીતાબેન, લાહનુભાઈ, લક્ષ્મણભાઈ, રતનભાઇ, સોમાભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો..






