GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રોર ક્રિકેટ ક્લબ ખાતે સીબીએસઈ ઝોન લેવલ ગર્લ્સ ક્રિકેટનું ઉદ્ઘાટન

MORBI:મોરબી રોર ક્રિકેટ ક્લબ ખાતે સીબીએસઈ ઝોન લેવલ ગર્લ્સ ક્રિકેટનું ઉદ્ઘાટન

 

 

મોરબી જિલ્લામાં પ્રથમ વખત, સીબીએસઈ દ્વારા અને દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના સૌજન્યથી રોર ક્રિકેટ ક્લબ મોરબી ખાતે ગર્લ્સ વેસ્ટર્ન ઝોન અંડર 17 અંડર 19 ટ્રાયલ અને ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.


જેમાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી દોઢસોથી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.ઉદ્દઘાટન સમારોહ: મુખ્ય મહેમાન માનનીય ડો.અર્જુનસિંહ રાણા, પૂર્વ વાઇસ ચાન્સેલર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને શ્રી અભિષેક ભાઈ કામદાર, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન શ્રી ધર્મેન્દ્રસિંહ ચાંદલી શ્રી રવિ ચૌહાણ, મોરબી જિલ્લા રમતગમત અધિકારી શ્રી જયરાજસિંહ જાડેજા ધ રોર ક્રિકેટ ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી શ્રી અરવિંદસિંહ જાલા, શ્રી રાજકુમાર શર્મા, શ્રી કૃત પ્રજાપતિ, મુખ્ય કોચ મનદીપ સિંહ અને યજમાન શાળા તરફથી આચાર્ય શ્રીમતી સીમા જાડેજા હાજર રહ્યા હતા.સંગઠન સચિવ ડૉ. અલી ખાને બધા ખેલાડીઓ, તેમના કોચ, મેનેજર અને માતા-પિતાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. પોતાના શુભ સંદેશમાં ડૉ. અર્જુન સિંહે બધા ખેલાડીઓને જીવનમાં સફળ બનવા માટે માર્ગદર્શન આપ્યું.ઉદ્ઘાટન પછી, ટ્રાયલ લેવામાં આવ્યા હતા જેમાં સફળ ખેલાડીઓને ચાર અલગ અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટ 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!