DANGWAGHAI

ડાંગ:વઘઈ એ.પી.એમ.સી.ચુંટણીની મતગણતરી પહેલા જ મતપેટી લઈ જવાતા વાંધા અરજી અપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની વઘઈ એ.પી.એમ.સી.ચુંટણી થઈ ગઈ છે જેની મતગણતરી અને પરિણામ તા.૧૩/૧૦/૨૦૨૩ ના રોજ થશે એવું નક્કી કરવામાં આવ્યું હતુ.પરંતુ મે.મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર  સ.મ.લી.આહવા દ્વારા સમય પહેલા જ મત પેટી લઈ જવામાં આવે છે જેના કારણે તેમની કામગીરી પર સવાલ ઉઠાવતી વાંધા અરજી કલેકટરને કરવામાં આવી હતી.તા.૧૩/૧૦/૨૦૨૩ના રોજ  એ.પી.એમ.સી. ચૂંટણી મત ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ  મતદાન  પેટી તા.૭/૧૦/૨૦૨૩ ના રોજ મે .મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર સ.મ.લી.આહવા દ્વારા લઈ જવામાં આવી છે.જેના કારણે ઉમેદવારનું ભવિષ્ય પણ જોખમાતું જોવા મલી રહ્યું છે.ત્યારે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.જો તા.૧૩/૧૦/૨૦૨૩ ના રોજ મતગણતરી કરવાની હતી તો  હોય તો ૭ (સાત) દિવસ અગાઉ મતદાન પેટી કેમ લેવામા આવેલ છે ?  ત્યારે સમગ્ર મામલાને લઈને મે.મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર સ.મ.લી. ડાંગ આહવા સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે નયનેશ માધુ ભોયે એ જિલ્લા કલેકટરને સંબોધતી વાંધા અરજી કરી હતી…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!