AHAVADANG

ડાંગ જિલ્લાનાં હારપાડા ગામ નજીક મજૂરો ભરેલી પિકઅપ ગાડી પલ્ટી મારી જતા 16 મજૂરોને ઇજા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રમાં મજૂરીનાં કામ અર્થે ગયેલ મજૂરો દિવાળીનાં પર્વને લઈને પરત ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં જુન્નૈર ગામ ખાતે આવી રહ્યા હતા.તે દરમ્યાન ડાંગ જિલ્લાનાં હારપાડા ગામ નજીકનાં આંતરિક માર્ગમાં પિકઅપ ગાડી.ન.એમ.એચ.41.જી.499નાં ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા સ્થળ પર પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ પિકઅપ ગાડીમાં જુન્નૈર ગામનાં 16 મજૂરો સવાર હતા.જેઓને નાની મોટી ઈજા પોહચતા તેઓને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ ગાડીને જંગી નુકસાન થયુ હતુ.હાલમાં આ અકસ્માતનાં બનાવ અંગે આહવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!