AHAVADANG

આહવા ખાતે સંત શિરોમણી સંતાજી મહારાજની 400મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં મરાઠી સમાજે સંત શિરોમણી સંતાજી મહારાજની 400મી જન્મજયંતિની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ડાંગ જિલ્લાનાં ડીવાયએસપી,એસ. જી. પાટીલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.સંત સંતાજી મહારાજ જેમણે સંત તુકારામ મહારાજનાં વિચારોને જીવંત રાખ્યા હતા, તેમની જન્મજયંતિની ઉજવણીમાં સમાજના તમામ વર્ગોએ ભાગ લીધો હતો.રામેશ્વર ભટ્ટે તુકારામ મહારાજ દ્વારા રચિત અભંગની ગાથાને ઈન્દ્રાયાણીમાં ડુબાડીને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંત તુકારામના તમામ અભંગ સંતજી મહારાજને પ્રગટ થયા હતા.તેથી તેમણે અભંગની ગાથા ફરીથી લખી અને તુકારામ મહારાજના વંશજ ગોપાલ બાબા મોરે જણાવ્યુ હતુ.સંત સતાંજી જગનાડે મહારાજે જગદગુરુ સંત તુકારામ મહારાજના વિચારોને જીવંત રાખવાનું મહાન કાર્ય કર્યું હતુ.સંતાજી મહારાજે ‘તેલસિંધુ’, ‘શંકરદીપિકા’, ‘યોગચી વાત’, ‘નિર્ગુણચ’ નામના પુસ્તકો લખ્યા.તેમણે સિંધુ પુસ્તકમાંથી તેલના વ્યવસાય વિશે માહિતી આપી છે.  તેલના વ્યવસાયના ઘણા રૂપકો, ઉપમાઓ, શણગાર અને નિરૂપણ તેમના અભંગો દ્વારા ઝળકે છે.સંત શિરોમણી તુકારામ મહારાજની 400મી જન્મ જયંતી ઉજવણીમાં બાળકો દ્વારા એમના જીવન વિશે વક્તવ્યો રજૂ કર્યા હતા.બાળકોનો ઉત્સાહમાં વધારો થાય તે માટે ઉપસ્થિત મહેમાનો,વડીલોનાં હસ્તે પ્રશ્ષ્તી પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં મરાઠી સમાજનાં તથા ડાંગ જિલ્લા ખાતે ઉચ્ચ હોદ્દે બિરાજમાન ડાંગનાં ડી વાય.એસ.,પી.એસ. જી.પાટીલે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. જ્યાં એમણે જણાવ્યું કે, સમાજ  એક પરિવાર છે અને સંયુક્ત એકત્ર પરિવારોમાં પ્રેમ,વડીલોનો સાથ અને સંગઠનની શક્તિ છે.એજ સમન્વય સંતના પ્રતાપે એમના જન્મ જ્યંતીના શુભ દીને જોવા મળ્યો, અને તેથી જ આવા સમાજ હિતના કાર્યક્રમો ભાવિ પેઢીનાં યુવાવર્ગમાં જાગૃતિ લાવવા જરૂરી બન્યુ છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા, વડીલો,મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી..

Back to top button
error: Content is protected !!