AHAVADANG

ડાંગ જિલ્લાની 15 શાળાઓમાં માઇન્ડસ્પાર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળા લવચાલીમાં માઇક્રોસોફ્ટ દ્વારા સમર્થિત અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (LTPCT) અને એજ્યુકેશનલ ઇનિશિયેટિવ પ્રાઇવેટ લિમિટેડ (EI)દ્વારા અમલમાં મુકાયેલો પ્રોજેક્ટ માઇન્ડસ્પાર્ક પ્રાથમિક શાળાઓમાં ચલાવવામાં આવી રહ્યો છે.જેમાં વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રકાર મુજબ ગુજરાતી, અંગ્રેજી અને ગણિત વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં, માઇન્ડસ્પાર્ક કાર્યક્રમ ડાંગ જિલ્લાની 15 શાળાઓમાં ચલાવવામાં આવી રહ્યો છે.આ ટીમ લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (LTPCT) વતી સી.એસ.આર.વડા ગાયત્રીબેન સ્વાતિ જી,જ્યોતિ જી અને અરુણજી હાજર રહ્યા હતા.આ એજ્યુકેશનલ ઇનિશિયેટિવ (EI) ટીમના રણધીર સિંહ, મોહમ્મદ સિદ્દીક, રાઠોડ મહેન્દ્રભાઈ અને યેસુભાઈ પણ હાજર જોવા મળ્યા હતા.આ પ્રસંગે લવચાલી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પલિકાજી પણ હાજર રહ્યા હતા.અહી માઇન્ડસ્પાર્ક લેબની મુલાકાત દરમિયાન ટીમે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના વડા પાસેથી કાર્યક્રમ વિશે પ્રતિસાદ લીધો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને સંસ્થાના વડાને પ્રમાણપત્રો અને સ્પાર્કી બેજ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા..

Back to top button
error: Content is protected !!