
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કરાયા :*

આહવાના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ થી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલ રન ફોર યુનિટીને ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. વસાવા, પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. સૌએ ‘રન ફોર યુનિટી’ માં ભાગ લઇ રાષ્ટ્રીય એકતાનો સંદેશો ગુંજતો કર્યો હતો.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ રન ફોર યુનિટીમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યાં હતાં.
આહવા ખાતે યોજયેલ રન ફોર યુનિટીમાં ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, નિવાસી અધિક કલેકટર ડો. વી.કે.જોષી, પ્રાંત અધિકારી કાજલ આંબલિયા, પુરવઠા અધિકારી  યુ. વી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ,  આહવા ઉપ સરપંચ હરિરામભાઈ સાવંત સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ,  પોલીસ કર્મીઓ, વન કર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો જોડાયા હતાં.
 
				







