GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર જેતપર રોડપર વાહન સરખી રીતે ચલાવવાનું‌ કહેતા સારૂં નહીં લાગતા બે યુવાન ઉપર હુમલો

 

MORBI:મોરબીના રંગપર જેતપર રોડપર વાહન સરખી રીતે ચલાવવાનું‌ કહેતા સારૂં નહીં લાગતા બે યુવાન ઉપર હુમલો

 

 

મોરબી તાલુકાના રંગપર – જેતપર રોડ પર વિરાટનગરથી આગળ તરલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે રોડ પર આરોપીને બોલેરો ધ્યાનથી ચલાવવાનું કહેતા આરોપીને સારૂં નહીં લાગતા આરોપી અને અજાણ્યા શખ્સે આધેડ તથા તેના મિત્રને ગાળો આપી લાકડી તથા લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના રંગપર ગામે રહેતા વિરેન્દ્રસિંહ વેશુભા ઝાલા (ઉ.વ.૫૦) એ આરોપી મહેશભાઇ છના ભરવાડ રહે. રફાળેશ્વર મચ્છુનગર તા. મોરબી તથા અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી મહેશ છનાને પોતાનું બોલેરો પીકઅપ રજીસ્ટર નં. જીજે-૩૬-ટી-૦૭૧૩ વાળુ ધ્યાનથી ચલાવવાનું કહેતા સારૂ નહી લાગતા તેની સાથેના આરોપી અજાણ્યા ઇસમ સાથે મળી ફરીયાદી તથા સાથી યોગેન્દ્રસિંહ ઝાલાને ભુંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી આરોપીઓએ લોખંડની કુંડલી વાળી લાકડી વતી તથા લોખંડના પાઇપ વતી ફરીયાદી તથા સાથી યોગેન્દ્રસિંહને આડેધડ શરીરે માર મારી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી ફરીયાદી તથા સાથી યોગેન્દ્રસિંહને ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી પોતાના વાહન લઇ નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!