
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*જિલ્લાના ૧૦૦ થી વધુ ગામોમાં ૨૦૨૮ થી વઘુ ખેડુતોના અંદાજીત ૨૨૬૭ હેક્ટર વિસ્તારમાં ડાંગર, નાગલી વિગેરે પાકમાં પ્રાથમિક નુકસાનીની માહિતી મેળવી*
તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ડાંગ જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બાલુભાઇ પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી તુષારભાઈ ગામીત, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયા, નાયબ ખેતી નિયામક શ્રી પિયુષ ચૌધરી અને તેઓની સમગ્ર ટીમ દ્રારા પાક નુકશાની સર્વે માટે વિવિધ ગામોમાં જઈને ખેડૂતો સાથે મુલાકાત કરી પાક નુકશાની પરિસ્થિતિ ની જાણકારી મેળવી હતી.
ડાંગ જિલ્લામાં કૃષિ સખી સહિત, કુલ ૬ ટીમો અને જિલ્લાના તમામ સંબધિત ખેતીવાડી અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ દ્રારા ૧૦૦ થી વધુ ગામોમા સર્વે ચાલુ કરી ૨૦૨૮ થી વધુ ખેડૂતોના અંદાજીત ૨૨૬૭ હેકટર ડાંગર, નાગલી વિગેરે પાકમાં પ્રાથમિક નુકસાની અંગેની માહિતી સમગ્ર ટીમ દ્રારા મેળવવામાં આવેલ છે.






