
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર ગામની હદમાં જામદર નામના ઓળખાતા કમ્પારમેન્ટના જંગલમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મહિલાનો કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બારકીબેન રાજેશભાઈ ચૌધરી (ઉ. વ.આ.45 રહે. ચૌધરી ફળિયું,સુબીર તા.સુબીર જી.ડાંગ) એ ગત તા.૦૪/૦૭/૨૦૨૫ ના રોજ સવારના સમયે પોતાના ઘરેથી નિકળી કયાંક નિકળી ગયેલ હતી. અને શોધખોળ કરતા આજ દિન સુધી મળી આવેલ નહી.ત્યારબાદ રોજ તા.૨૯/૦૭/૨૦૨૫નાં રોજ બારકીબેનની લાશ જામદર નામના ઓળખાતા જંગલમાં કંકાલ હાલતમાં મળી આવેલ હોય જેને તેના કપડા તથા તેના પગરખાથી વાલી વારસો દ્વારા ઓળખવામાં આવેલ છે.મરણ જનારની લાશ કાકડના ઝાડ સાથે એક દોરી વડે ગળે ફાંસો ખાધેલી કંકાલ હાલતમાં મળી આવી હતી.આ બનાવને પગલે સુબીર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તસ્વીર.. પ્રતિકાત્મક





