
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં (નગર)નાસિકથી સિંગદાણાનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.03.એ.ટી.0343 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં શામગહાન ગામે ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં આવેલ દુકાનો નજીક પલ્ટી મારી જતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી સ્થળ પર થોડે દુર દુકાનો આવેલ હોય જે દુકાનો માંડ માંડ બચી જવા પામી હતી.અને સ્થળ પર મોટી જાનહાનિ ટળી હતી.અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા શામગહાન ગામે માર્ગની સાઈડમાં આવેલ દુકાનોમાં એક માલવાહક ટ્રક ઘુસી જતા સ્થળ પર નિર્દોષ નિવૃત એ.એસ.આઈ કચડાઈને મોતને ભેટ્યો હતો.જે અકસ્માત માર્ગને અડીને આવેલ દુકાનોને પગલે થયો હતો.શામગહાન ગામે માર્ગની સાઈડમાં અસંખ્ય દબાણકર્તાઓએ દબાણ કરી દુકાનોનો ખડકલો કર્યો છે.જેના પગલે વારંવાર માલવાહક ટ્રકો દુકાનોમાં ઘુસી જાય છે.તેમ છતાંય વહીવટી તંત્ર આ દબાણ હટાવતુ નથી.તેવામાં કોઈક દિવસે અહી મોટી માનવ હોનારત સર્જાશે તો જવાબદાર કોણ રહશે તે આવનાર સમય જ બતાવશે..





