AHAVADANG

સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલની બોગસ વેબસાઈટ બનાવી લાખોની છેતરપિંડી કરનાર વધુ એક આરોપી ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલના નામ પર ગૂગલ પર ફેક વેબસાઈટ બનાવીને પ્રવાસીઓના રૂમ બુકિંગ કરવાના બહાને ઓનલાઈન યુપીઆઈ આઇડી વડે પૈસા ટ્રાન્સફર કરાવીને પ્રવાસીઓને ઠગવામાં આવી રહ્યા હતા.અને છેતરપિંડી કરવામાં આવી રહી હતી આ ફેક (બોગસ) વેબસાઈટ ના માધ્યમથી  1.34 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.ત્યારે આ મામલામાં સાપુતારા પોલીસને વધુ એક કડી સાંપડી છે.જેમાં પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી છે.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલના નામ પર ગૂગલ પર બોગસ વેબસાઈટ બનાવવામાં આવેલ હતી. આ વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ, ઇન્કવાયરી અને ઓનલાઇન પેમેન્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હતી. જોકે આ બોગસ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન રૂમ બુકિંગ કરાવી પાંચ જેટલા પ્રવાસીઓ પાસેથી ઓનલાઈન યુપીઆઈ મારફતે કુલ 1,34,801/- રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવેલ હતી.ત્યારે સમગ્ર હકીકતની જાણ થતા લેક વ્યૂ હોટલનાં જનરલ મેનેજર સંજયસિંગ નંદકિશોરસિંગ દ્વારા સાપુતારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.જે બાદ ડાંગ પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.ત્યારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે અગાઉ કર્ણાટકના બેલગાંવ ખાતેથી આ ગુનામાં સંડોવાયેલ લક્ષ્મી બાલક્રિષ્ના અગેડલ (ઉ. વ.35) નામક મહિલાની કર્ણાટક ખાતેથી અટકાયત કરી  જેલનાં સળિયા પાછળ ધકેલી દીધી હતી.જે બાદ હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર. એસ.પટેલ અને પી.આઈ.પી.ડી.ગોંડલીયાની ટીમે વધુ એક આરોપીની અટકાયત કરી છે.સાપુતારા પોલીસની ટીમે આ ગુનામાં ફેક વેબસાઈટ બનાવનાર વેબસાઈટ ડેવલપર વિશ્વાસ મહેશ મુરજાની (રહે. પ્રતાપ નગર , જી.જયપુર રાજસ્થાન) ની અટકાયત કરી છે.તેમજ લેપટોપ તથા મોબાઈલનો મુદામાલ પણ જપ્ત કરેલ છે.ત્યારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા આરોપીની અટકાયત કરી,આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!