AHAVADANG

ડાંગ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઓક્ટો.થી ડિસેમ્બરમાં વિનામુલ્યે એક સિલિન્ડર મળશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ચાલુ માસ દરમિયાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીનો અનુરોધ :*
ગુજરાત સરકારશ્રીના તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : FCSCAD/NEW/e-FILE/5/2023/2275/B અન્વયે તમામ લાભાર્થીઓને વર્ષમાં ૨ ગેસ સિલિન્ડર વિનામુલ્યે રીફીલિંગ કરી આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે વર્ષ – ૨૦૨૪ માં ઓક્ટોબર થી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન એક સિલિન્ડરનો વિનામુલ્યે લાભ મળવાપાત્ર છે.

ડાંગ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ હજી સુધી આ લાભ મેળવેલ નથી. જેથી તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માસ દરમિયાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ડાંગ ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!