
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારામાં પ્રકૃતિના સૌંદર્યનાં સથવારે યોજાયો અદભુત સંગીત મહોત્સવ..
ગુજરાતનાં એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે નોટીફાઇડ એરિયા સાપુતારા દ્વારા આયોજિત વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ના બીજા દિવસે એક અદભુત સંગીત સંધ્યા યોજાય હતી.સાપુતારા ખાતે યોજાયેલ વેકેશન ફેસ્ટિવલમાં બોલીવુડનાં જાણીતા પ્લેબેક સિંગર અનુપ શંકર લાઇવ કોન્સર્ટ કરવાના હોવાથી, તંત્ર દ્વારા તેઓનો મોટાપાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેના કારણે કોન્સર્ટ ચાલુ થતાની પહેલા જ કાર્યક્રમ સ્થળ પ્રવાસીઓથી હાઉસફુલ થઇ ગયો હતો.ગિરિમથક સાપુતારામાં સિગંર અનુપ શંકરે પોતાના સુરીલા અવાજ અને મનમોહક અંદાજથી હજારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.અનુપ શંકરના આ સુપર-ડુપર હીટ લાઇવ કોન્સર્ટે સાપુતારા વેકેશન ફેસ્ટિવલને નવી ઊંચાઈએ પહોંચાડ્યુ છે,આ કાર્યક્રમમાં અનુપ શંકરના પ્રખ્યાત ગીત ‘તુમ મિલે દિલ ખીલે ની ધુન વાગતા જ પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.અનુપ શંકર દ્વારા પ્રવાસીઓને વચ્ચે જઇને ઇક પ્યાર કા નગમા હે ગીતની રજુઆત કરતા તમામ પ્રવાસીઓ ભાવુક બની ગયા હતા અને સાથે સાથે બધા પ્રવાસીઓએ સુર રેલાવ્યા હતા.અનુપ શંકરના એકથી એક હિટ નંબર્સે વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતુ.ડાંગ વહીવટીતંત્ર નોટીફાઇડ એરિયા દ્વારા આયોજિત વેકેશન ફેસ્ટિવલ પ્રવાસીઓને આકર્ષીત કરી રહ્યો છે.આ કોન્સર્ટને ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં સ્થાનિક લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જોડાઈને એક અનોખું આકર્ષત બન્યું હતુ.અનુપ શંકરના કોન્સર્ટમાં તેમની મધુર અવાજની મહેકે પ્રેક્ષકો ભીના વાદળો જેવા ઉત્સાહથી ભરાઈ ગયા હતા. કોન્સર્ટ દરમિયાન તેમણે પોતાના લોકપ્રિય બોલીવુડ પ્લેબેક ગીતોની વણજાર શ્રેષ્ઠતા સાથે રજૂ કરી હતી.આ પ્રસંગે અનુપ શંકરે જણાવ્યું હતું કે, “સાપુતારાની આ પ્રાકૃતિક સુંદરતા અને વેકેશન ફેસ્ટિવલનો આ ઉત્સાહ તેમના ગીતોને નવી જીવનશક્તિ આપે છે. કોન્સર્ટમાં હાજર રહેલા પ્રેક્ષકોના અભિપ્રાય લેવામાં આવતા તેમણે પ્રદર્શનને ‘સુપર-ડુપર હિટ’ તરીકે ગણાવ્યું આ વેકેશન ફેસ્ટિવલ આગામી -૫ નવેમ્બર સુધી ચાલવાનો છે. જેમા વિકેન્ડમાં ઇન્ડિયન આઇડોલ ફેમ, વોઇસ ઓફ હિમાચલ નેહા દીક્ષિત તથા ગુજરાતી કોમેડી કિંગ જલસા કર બાબા જલસા કર ફેમ દેવાંગ પટેલ પરફોર્મન્સ આપવા આવવાના હોય, વેકેશન ફેસ્ટિવલ સાપુતારા માટે એક ઉત્સવ બની રહેશે.ઉલ્લેખનીય છે કે, ‘સાપુતારા પ્રવાસ હવે બારેમાસ’ સૂત્ર સાથે શરૂ થયેલાં સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ના કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાંગ જિલ્લા કલેકટર શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર યુ.વી.પટેલ, અને નાયબ મામલતદાર પી.વી.પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે..






