AHAVADANG

આહવાના જામલપાડા ખાતે ફોરેસ્ટ વિભાગનાં બિટગાર્ડની ફરજમાં રૂકાવટ લાવવા બદલ યુવક સામે પોલીસ વિરુદ્ધ ફરિયાદ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં જામલપાડા (ગાઢવી) ખાતે ફોરેસ્ટ વિભાગનો બિટગાર્ડ પોતાની ફરજ પર હતો.તે દરમિયાન એક યુવક દ્વારા તેમને અપશબ્દો બોલવામાં આવ્યા હતા તથા વ્હીલપાના વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જેને લઈને ફોરેસ્ટ વિભાગનાં બિટગાર્ડે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ડાંગ જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં બિટગાર્ડ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ રાયમલભાઈ ઘાંઘરેટીયા (હાલ રહે.સરકારી ફોરેસ્ટ હેડ ક્વાટર્સ દિવાન ટેમરૂબન તા. આહવા જી.ડાંગ મુળ રહે.કુકડા તા.મુળી જી.સુરેન્દ્રનગર ) પોતાની ફરજ પર ગાઢવી બીટ નં-2 પર હાજર હતા.અને બપોરે  4 વાગ્યાના અરસામાં તેઓ તેમના બીટમાં આવતા કાકડબારી નામના જંગલ તરફ ગયેલ હતા.અને આશરે સાડા પાંચેક વાગ્યાના સુમારે તેમના મિત્ર સાથે મોટરસાયકલ પર  જઈને જામલાપાડા ગામના સંજયભાઈ નુળશીભાઈ ગવળીના દુકાનના પાછળના ભાગે ચા પીવા બેઠા હતા. તે વખતે  દિવાનટેમરુન ગામનો સિમ્યનભાઈ કાકડિયાભાઈ પવાર પોતાનુ ટ્રેકટર નં.GJ -A- 4649 લઈ કાકડબારીના જંગલ તરફ જતા હતા. તે વખતે  ફોરેસ્ટ બીટગાર્ડ સંજયભાઈના દુકાન પર ચા પીતા હતા.તે જોઈ પોતાનુ ટ્રેક્ટર પાછુ ફરાવી, જ્યા ચા પીતા હતા ત્યાં પોતાનુ ટ્રેકટર લાવી દુકાનની બહાર ઊભુ રાખી  દીધુ હતુ.અને ફોરેસ્ટ બીટગાર્ડ જ્યા ચા પીતા હતા,ત્યા પાસે આવીને કહેલ કે,તમોએ તા.27/05/2025 ના રોજ અમારા કુંટુબના માણસો બળદગાડામાં ભરેલ લાકડાઓ લઈ આવતા હતા. તે વખતે તેમના ઉપર લાકડા લઈ જવા બાબતે  એફ.આઈ.આર. કરી બળદગાડુ તથા લાકડા જપ્ત કરી લીધેલ જે બાબતે તમોએ એફ.આઈ.આર. કરેલ છે. તેમ કહી ફોરેસ્ટ બીટગાર્ડને ગંદી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા.તેઓના ટ્રેક્ટરમાં રહેલ વ્હીલ પાનુ કાઢી એકદમ ઉશ્કેરાઈ જઈ ફોરેસ્ટ બીટગાર્ડને શરીરે પીઠનાં ભાગે મારી દિધેલ અને બીજી વખતે મારવા આવતા તેમની સાથેના બીટ ગાર્ડ ભાવર્યાભાઈએ તેઓને પકડી લીધેલ અને તે વખતે આ સિમ્યનભાઈ  ત્યાંથી જતા રહેલ હતા.બાદમાં શરીરે પીઠના ભાગે ઈજા થયેલ હોવાથી સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધેલ હતી.આમ,ફરજ દરમિયાન ફોરેસ્ટ બીટગાર્ડની ફરજમાં રૂકાવટ લાવવા બદલ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!