દાંતા તાલુકામાં 2500 જેટલી સગર્ભા મહિલાઓ સરકાર ની નમો શ્રી યોજના નો લાભ લીધો

25 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે જાહેર કરાયેલ સહાય યોજના બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકામાં આશીર્વાદ શરૂ સાબિત થઈ છે ગર્ભવસ્થા ના સમય ગાળામાં અને બાળક જન્મે ત્યાં સુધીના ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 12 હજાર સુધીની નાણાકીય સહાય ખાસ કરીને અનુસૂચિત અને જનજાતિ ને આપવામાં આવે છે જેનો દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 2500 જેટલી મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો હોવાનું ડો. કિરણ ગમાર તાલુકા આરોગ્ય અધિકારી , દાંતા એ જણાવ્યું હતું આ યોજના માત્ર ગુજરાત પૂર્તિ સીમિત છે .જે સહાય રૂપે રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે જેમાં પ્રથમ જ્યારે ગર્ભસ્થાની પુષ્ટિ થાય ત્યારે, બીજો હપ્તો સાત માસ થાય ત્યારે , ત્રીજો હપ્તો મહિલાને ડીલેવરી થાય ત્યારે અને છેલ્લો અને ચોથો હપ્તો બાળકના જન્મ બાદ રસીકરણ કરાવવાની શરૂઆત થાય ત્યારે આપવામાં આવે છે આમ કુલ રૂપિયા 12000 ની રકમ ચૂકવવામાં આવે છે જે ખાસ કરીને બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુ દર ઘટાડવાના આશયથી સરકારે આ યોજના લાગુ કર્યું હોવાનુંડો. કેના પટેલ ગાયનેક, સીએસસી હોસ્પિટલ, દાંતા એ જણાવવામાં આવ્યું છે આ યોજના હેઠળ દાંતા તાલુકામાં 2500 જેટલી મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે અને દાંતાની એકમાત્ર રેફરલ હોસ્પિટલમાં મહિનાની 40 થી 45 પ્રસુતિઓ કરાવવામાં આવે છે આ યોજના માં અપાતા નાણા જેને લઈને લાભાર્થીઓ પણ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ને મળતી સહાયથી મહિલા પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર મેળવી શકે છે ને તેના કારણે બાળક કુપોષિત થતો નથી અને માતા અને બાળક બંને સ્વસ્થ રહેતા હોવાનું લાભાર્થી જણાવી રહ્યા છે
દાંતા તાલુકા મહત્તમ આદિવાસી વિસ્તાર છે જેમાં 186 જેટલા ગામો આવેલા છે ત્યારે દાંતા તાલુકામાં મહત્તમ અંબાજી દાતા હડાદ અને માકડી જેવા સેન્ટર ઉપર આ મહિલાઓ વધુમાં વધુ લાભ લઇ રહી છે. img src=”https://vatsalyamsamachar.com/wp-content/uploads/2025/06/IMG-20250623-WA0030-300×134.jpg” alt=”” width=”300″ height=”134″ class=”alignnone size-medium wp-image-1455593″ />







