
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિતિમા, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા પુરવઠા અધિકારી સુશ્રી આશા વસાવા દ્વારા જિલ્લાના ગોડાઉનમા ઉપલબ્ધ જથ્થાની ચર્ચા કરી, લક્ષિત વિતરણ વ્યવસ્થા યોજના અન્વયે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ, અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુંટુબોને મળવાપાત્ર જથ્થાની સમિક્ષા કરવામા આવી હતી. તેમજ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા તકેદારી સમિતિની રચના કરી, નિયમિત બેઠકો કરવા અંગે ચર્ચા કરવામા આવી હતી. ડાંગ જિલ્લામા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કરવામા આવતી આવશ્કય ચીજવસ્તુઓનુ વિતરણ જે સરેરાશ ૯૫ થી ૯૭ ટકા આધારિત વિતરણ કરવામા આવે છે. તેમજ જિલ્લામા થયેલ ગ્રાહક સુરક્ષાના કેસોની સમિક્ષા કરવામા આવી હતી. સાથે જ ઉગા ચિચપાડા ગામ માટે બ્રાંન્ચ FPS શરૂ કરવા બાબતે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમા વાજબી ભાવની દુકાનોના આગેવાનો, સામાજીક કાર્યકરો, અને સમિતિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




