GUJARATKUTCHMANDAVI

“એક પેડ માં કે નામ” અભિયાનની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ ઓગસ્ટ : વડાપ્રધાનશ્રીના નિર્દેશાનુસાર “એક પેડ માં કે નામ” સંકલ્પ હેઠળ ભુજ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભુજમાં “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે “વૃક્ષારોપણ” કરવામાં આવ્યું હતૂં. ઉક્ત ઝુંબેશને અનુલક્ષીને ભુજ નગરપાલિકાના વોર્ડ નં.૧૦ના સભ્યશ્રી રસીલાબેન પંડ્યાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટર ખાતે ૧૦ થી ૧૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.ઉપરોક્ત વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ભરતભાઈ મકવાણા, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન પ્રોજેક્ટના ડી.એમ.સી.શ્રી ફોરમબેન વ્યાસ, જેન્ડર સ્પેશીયાલીસ્ટ ભરતભાઈ, કેન્દ્ર સંચાલકશ્રી ભાવનાબેન ગરવાલીયા, તેમજ વન સ્ટોપ સખી સેન્ટરનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!