AHAVADANG

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા માર્ગો પર સફાઈ અભિયાનની ઘનિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્ય ધોરીમાર્ગો પર સફાઈ અને સમારકામની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણાના માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઈજનેરો વી.આર. પટેલ અને ગિરીશ પટેલ, તેમજ મદદનીશ ઈજનેરો યતીનભાઈ પટેલ, ચિરાગ ગાયકવાડ, પાર્થ કાનડે, અને સંકેતભાઈ મિસ્ત્રીની ટીમો આ કામગીરીમાં જોડાયેલી છે. આહવા અને વઘઈ હેઠળ આવતા તમામ રસ્તાઓ પર ચોમાસામાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા (જંગલ) દૂર કરવાની કામગીરી તેમજ રસ્તાની બાજુમાં ઉગેલા ઘાસનું કટિંગ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.રોડની સાઇડમાં આવેલા પ્રોટેક્શન વોલ, હેડ વોલ અને અન્ય માળખાં પર ગેરૂ, ચૂના અને ઓઇલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આનાથી રસ્તા પર વિઝિબિલિટી (દ્રશ્યતા) વધશે અને માર્ગ ઉપયોગકર્તાઓની સલામતી જળવાશે.આ ઉપરાંત, સરકારી કચેરીઓ અને રહેણાંક મકાનોના કેમ્પસમાં પણ સફાઈ (કેમ્પસ ક્લિનિંગ)નું અભિયાન હાથ ધરાયું છે, જેથી પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને સ્વચ્છ ભારત મિશનના ધ્યેયને સાકાર કરી શકાય.આ કામગીરીમાં દૈનિક ધોરણે 250 થી વધુ માનવબળ, 7 જેટલા મશીન કટર અને 7 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ચાલુ વર્ષે ભારે વરસાદ હોવા છતાં, વઘઈથી શામગહાનને જોડતો 42 કિલોમીટરનો રાજ્ય ધોરીમાર્ગ વાહનવ્યવહાર માટે અકબંધ રહ્યો છે. આ માર્ગ પરથી પસાર થતા અસંખ્ય વાહનચાલકો વિભાગની સઘન કામગીરી અને સુરક્ષિત માર્ગની જાળવણી બદલ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!